લીઝના બહાને સુરતના વેપારી પાસે રોકડા રૂ.37 લાખ, 98.50 લાખના ચેક પડાવનાર ગાંધીનગરના ખેડૂત-લીઝ ધારકની ધરપકડ


– ભરૂચના ઝઘડીયાના રૂંઢ ગામે ગ્રામજનોનો વિરોધ હોવાની હકીકત છુપાવી વિવાદી સ્થળે લીઝ પધરાવી છેતરપિંડી કરી હતી

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, શનિવાર

ગ્રામજનોનો વિરોધ છે તે હકીકત છુપાવી ભરૂચના રૂંઢના લીઝધારક વતી લીઝ આપવાના બહાને સુરતના વેપારી પાસે રોકડા રૂ.37 લાખ અને રૂ.98.50 લાખના ચેક પડાવી છેતરપિંડી આચરનાર ગાંધીનગરના ખેડૂત-લીઝ ધારકની સરથાણા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના જેતપુરના ચારણ સમઢીયાળાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિર પાસે પંચવટી સોસાયટી ઘર નં.100 માં રહેતા 40 વર્ષીય હરેશભાઈ વ્રજલાલ રાદડીયા સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નં.23 પ્લોટ નં.એમ-3 માં સહજાનંદ ફેબ ટેક્ષના નામથી જેકાર્ડ મશીન ચલાવે છે અને તેમનો મોટોભાઈ ગોપાલ સરથાણા જકાતનાકા ગોકુલમ આર્કેડ ઓફિસ નં.209 માં જમીન લે -વેચની ઓફિસ ધરાવે છે. વર્ષ 2016 માં ગોપાલને મિત્ર રમેશ ખેર મળવા આવ્યો હતો. રમેશે ભરૂચના ઝઘડીયાના રૂંઢગામ ખાતે રેતી કાઢવાની પંકજ રણછોડભાઇ પટેલ ( રહે.ઘર નં.62, પટેલ વાસ, નિશાળ પાછળ, મુ.પો.ધણપ, જી.ગાંધીનગર ) ની માલિકીની બે લીઝ અંગે વાત કરી બંને ચોખ્ખી અને ટાઈટલ ક્લીયર છે કહી તમામ જવાબદારી લીધી હતી.

આથી હરેશભાઇએ લીઝ લેવા તૈયારી દર્શાવતા 20 દિવસ બાદ થયેલી મીટીંગમાં પંકજ પટેલે લીઝ ચાલુ કરવામાં તમને કોઈ તકલીફ પડશે નહી તેવો વિશ્વાસ અને ભરોસો આપતા બ્લોક નં.બી નો રૂ.1.35 કરોડમાં સોદો થયો હતો. તે પૈકી રૂ.37 લાખ તેમણે રોકડ અને આરટીજીએસથી ચૂકવી જયારે રૂ.98.50 લાખના ચેક આપી સમજૂતી કરાર કર્યો હતો. જયારે પંકજ પાસે લીઝના ડોક્યુમેન્ટની માંગણી હરેશભાઇએ કરી ત્યારે પંકજે લીઝના મૂળ માલીક જશુજી બબાજી વણઝારા ( રહે. નવાપુરા, બોરીજ, ગાંધીનગર ) ના નામના કાગળો આપી બાદમાં જશુજી વણઝારાની સહમતી લઈ હરેશભાઈ અને તેમના ભાગીદાર હિતેશ અરજણ પટેલના નામે પાવર ઓફ એટર્ની કરી આપતા ભુસ્તર વિભાગમાં જશુજીના ક્યુએલ નંબરમાં રૂ.83 લાખ જમા કરાવ્યા હતા. જોકે, જયારે તેમણે લીઝ શરૂ કરી ત્યારે ગ્રામજનોએ વિરોધ કરી કામ અટકાવ્યું હતું.

અગાઉથી ગ્રામજનો વિરોધ કરતા હોવા છતાં તે હકીકત છુપાવી પંકજ પટેલે પૈસા લીધા હોય હરેશભાઈએ ગ્રામજનો વિરુદ્ધ હાઈકોર્ટનું શરણું લઈ પોલીસ પ્રોટેકશન મેળવ્યું હતું છતાં ગ્રામજનોએ લીઝ ચાલુ થવા દીધી ન હતી. પંકજ પટેલે લીઝ ચાલુ કરવામાં કોઈ તકલીફ પડશે નહી કહી વિશ્વાસ અને ભરોસો આપી રોકડા રૂ. રૂ.37 લાખ અને રૂ.98.50 લાખના ચેક પડાવ્યા બાદ છેતરપિંડી કરી હોય આ અંગે હરેશભાઇએ તેના વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે આ પ્રકરણમાં ગત ગુરુવારે ખેડૂત અને લીઝ ધારક પંકજભાઇ રણછોડભાઇ પટેલ ( ઉ.વ.34 ) ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s