સુરતમાં 62 પરિવાર એવા છે જ્યાં ચાર કે તેથી વધુ સભ્યો કોરોના સંક્રમિત


એક ઘરમાં ત્રણ
કેસ નોંધાયા હોય તેવા 101 અને એક પરિવારમાં બે કેસ હોય તેવા પરિવારની સંખ્યા 546

                સુરત,

સુરતમાં કોરોના
બેકાબુ બની રહ્યો છે અને બીજી લહેરની જેમ હાલમાં એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યો
પોઝીટીવ આવ્યા હોય તેવા પરિવારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોરોનાના
લક્ષણ દેખાતા હોય તેવા પરિવારના સભ્યોએ તાકીદે ટેસ્ટીંગ કરાવવા ઉપરાંત ઘરમાં જ સેલ્ફ
આઈલેશનમાં રાખવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા અપીલ કરવામા ંઆવી છે.

સુરતમાં છેલ્લા એક
સપ્તાહથી કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે અને હાલમાં એક જ પરિવારના એક કરતાં
વધુ સભ્યો કોરોના પોઝીટીવ હોય તેવા કેસ વધી રહ્યાં છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં 101
પરિવારો એવા છે જેમના પરિવાર એટલે એક  જ ઘરમાં
ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 62 પરિવાર એવા છે જેમાં એક જ ઘરમાં રહેતાં
4 લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે. આ ઉપરાંત એક જ ઘરમા રહેતાં બે વ્યક્તિઓ પોઝીટીવ
હોય તેવા ઘરની સંખ્યા 546 છે. સુરતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને આવતીકાલે
તહેવારની ઉજવણીમાં લોકો કોવિડની ગાઈડ લાઈનનું પાલન ન કરે તો આ પરિવારોની સંક્યામાં
વધારો થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

<

p class=”12News” style=”text-align:justify;”>સુરત મ્યુનિ. તંત્રએ
લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, ઘરમાં કોઈ એક વ્યક્તિને ખાંસી શરદી કે તાવ અથવા
શરીરના દુઃખાવાના લક્ષણ હોય તેવા લોકોએ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને
ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ. આવા શંકાસ્પદ લક્ષણ ધરાવતાં લોકોએ પોતાના જ ઘરમાં આઈસોલેશનમાં
રહી અન્ય સભ્યો સાથે સંપર્ક ટાળવો જોઈએ.  જે
લોકોને વેક્સીન બાકી હોય તેવા લોકોએ વેક્સીન તાત્કાલિક લઈને સંક્રમણની ઘાતક અસરથી બચવા
માટે પણ અપીલ કરવામા આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s