રૃા.5.19 કરોડની ક્રેડીટ ઉસેટનાર સ્વામી ટ્રેડિંગ કુંના.ના રાજેશ ભાનુશાળીની ધરપકડસુરત

વાપી-વલસાડના સંચાલકે 17 પેઢીઓના નામે બોગસ બીલીંગ કર્યુ  હતું ઃ DGGI દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ મેળવ્યા

17 બોગસ સપ્લાયર્સ પેઢીઓના નામે બોગસ બીલોના આધારે કુલ રૃ.૫.૧૯ કરોડની આઈટીસી ઉસેટીને
સીજીએસટી એક્ટનો ભંગ બદલ અંકલેશ્વર-ભરુચની મે.સ્વામી ટ્રેડીંગ કંપનીના શકદાર
સંચાલક રાજેશ ભાનુશાળીની ધરપકડ કરી ડીજીજીઆઈએ 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ
કરતા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેએ શકદારન લાજપોર સેન્ટ્રલ જેલમાં
મોકલવા હુકમ કર્યો છે.

સુરત ડીજીજીઆઈને
મળેલી બાતમીના આધારે ભડકોદરા અંકલેશ્વર ભરુચ સ્થિત મે.સ્વામી ટ્રેડીંગ કંપનીના શકદાર
સંચાલક રાજેશ એલ.ભાનુશાળી (રે.ઓલ્ડ સી ટાઈપ
,કોપરાલી રોડ, જીઆઈડીસી વાપી)ના ધંધાકીય સ્થળો પર તપાસ
હાથ ધરી હતી.જે દરમિયાન કબજે કરવામાં આવેલા હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશન દરમિયાન
કુલ 17 જેટલી બોગસ પેઢીઓના નામે માત્ર કાગળ પર જ માલ સપ્લાય કરીને બોગસ બીલીંગના આધારે
જુન થી નવેમ્બર-2021 દરમિયાન કુલ રૃ.5.19 કરોડની આઈટીસી ઉસેટી હોવાનું બહાર આવ્યું
હતુ.જે અંગે મે.સ્વામી ટ્રેડીંગ કંપનીના સંચાલક રાજેશ ભાનુશાળીને નિવેદન આપવા માટે
એકથી વધુ સમન્સ પાઠવવા છતાં ડીજીજીઆઈની સમક્ષ હાજર થયા નહોતા. જેથી સીજીએસટી એક્ટના
ભંગ બદલ શકદાર રાજેશ ભાનુશાળીનું નિવેદન લેવામાં આવતાં તેણે બોગસ પેઢીઓના નામે માત્ર
કાગળ પર માલ સપ્લાય કર્યાનો ઈન્વોઈસ બીલોના આધારે 5.19 કરોડની આઈટીસી ઉસેટી અને અન્ય
પેઢીઓને ક્રેડીટ પાસઓન કરી હોવાનું જણાવ્યું હતુ.

આજે
મોડી સાંજે મે.સ્વામી ટ્રેડીંગના શકદાર સંચાલકને સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કરી
ડીજીજીઆઈએ 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો.જેની સુનાવણી
દરમિયાન ડીજીજીઆઈ તરફે ખાસ નિયુક્ત ધર્મેન્દ્ર શંભુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે
હાલમાં  વધુ તપાસ ચાલુ છે.શકદારને અગાઉ
નિવેદન માટે  સમન્સ પાઠવવા છતાં હાજર થયા ન
હોઈ તપાસમાં સહકાર આપતા ન હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.જેને
કોર્ટે માન્ય રાખી રાજેશ ભાનુશાળીને લાજપોર જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s