રૃા.1516 કરોડનું બોગસ બીલીંગમાં રૃા.231 કરોડની GST ચોરી પકડાઇ


સુરત

સુરત DGGIએ પાંચની ધરપકડ કરીઃ રૃા.14.14 કરોડની વસુલાતઃ 33 સ્થળોએ તપાસ જારી, ટેક્સચોરીનો આંકડો હજુ ઉંચે જવાની શક્યતા

મેટલ
તથા પ્લાસ્ટીકના સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા 10 રાજ્યોના 79 જેટલી પેઢીઓના
સંચાલકો દ્વારા કુલ રૃ.1516 કરોડના બોગસ બીલીંગ કૌભાંડનો સુરત ડીજીજીઆઈએ પર્દાફાશ
કર્યો છે.બોગસ બીલીંગના આધારે આચરવામાં આવેલા કુલ રૃ.231 કરોડની જીએસટી ચોરી બહાર
આવી છે. 11 ટ્રાન્સપોર્ટર્સ તથા ચાર  વે-
બ્રિજ ઓપરેટસ્રને ત્યાં પણ તપાસ કરાઇ હતી. કુલ પાંચ શકદાર સંચાલકોની સીજીએસટી
એક્ટના ભંગ બદલ ધરપકડ કરી રૃા.14.14કરોડની ટેકસ વસુલાત કરી છે.

સુરત ડીજીજીઆઈને
દેશના 10 રાજ્યોમાં લોખંડ અને સ્ટીલની ચીજવસ્તુની સપ્લાય કરતી સંખ્યાબંધ પેઢીઓ દ્વારા
બોગસ પેઢીઓના નામે માત્ર કાગળ પર માલ સપ્લાયના બોગસ ઈન્વોઈસના આધારે ખોટી રીતે આઈટીસી
ઉસેટવા તથા પાસઓન કરવામાં પ્રવૃત્ત હોવાની બાતમી મળી હતી.જેના આધારે મેટલ-પ્લાસ્ટીક
સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલી 79 પેઢીઓની પ્રિમાઈસીસ પર દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં
આવી છે. જે પૈકી 46 સ્થળો પર ડીજીજીઆઈ દિલ્હી
, મુંબઈ, ચેન્નાઈ,
અમદાવાદ, દયપુર,ભુવનેશ્વર,
હૈદરાબાદ, લખનૌ, બેંગલોરુ,
નાગપુર,ભોપાલ અને પુણેની મદદથી તપાસ હાથ ધરવામાં
આવી છે.

જ્યારે
સુરત ઝોનલ યુનિટ દ્વારા વધારાની ૩૩ પેઢીઓની પ્રિમાઈસીસ
,  ટ્રાન્સપોર્ટર અને
ચાર વે-બ્રિજ ઓપરેટર્સને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. કબજે કરેલા વાંધાજનક
હિસાબી દસ્તાવેજો પરથી તમામ પેઢીઓ દ્વારા બોગસ પેઢીઓના બોગસ બીલીંગના આધારે કરોડો
રૃપિયાની ઈમ્પુટ ટેક્સ ક્રેડીટ પાસઓન કરી હોવાનું ખુલ્યું છે.પ્રારંભિક તપાસમાં
કુલ રૃ.1516 કરોડની બોગસ બીલીગના વ્યવહારોના આધારે રૃા.231 કરોડની જીએસટી ચોરી
કરવામાં આવી છે. જે પૈકી રૃા.14.14કરોડની ટેક્સ વસુલાત કરવામાં આવી છે. જેમાં
રૃા.1.80 કરોડની વસુલાત રોકડમાં કરવામાં આવી છે
. પાંચ જેટલી
પેઢીઓના સંચાલકોના સ્ટેટમેન્ટ લઈને સીજીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી વધુ તપાસ
હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s