ભાગાતળાવના ઈમિટેશન જવેલરી જુથને ત્યાં સ્ટેટ જીએસટીની તપાસ


સુરત

એન.આર.ગુ્રપની પ્રારંભિક તપાસમાં અંદાજે 10 કરોડથી વધુ રકમના હિસાબી વ્યવહારો બાબતે ખુલાસો કરવા નિર્દેશ

કોરાનાના
થર્ડ વેવની વચ્ચે સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદ-સુરતની ટીમે ભાગાતળાવના ઈમીટેશન
જ્વેલરી જુથના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરીને અંદાજે 10કરોડથી વધુ રકમના
વ્યવહારો સંદર્ભે ખુલાશો માંગ્યો હોવાન વિગતો સાંપડી છે.

સુરતના ભાગાતળાવ
સ્થિત ઈમીટેશન જ્વેલરીના ધંધા સાથે સંકળાયેલા એન.આર.જુથના ધંધાકીય સ્થળો પર કોરાના
સંક્રમણના વધતા જતાં કેસો વચ્ચે પણ સ્ટેટ જીએસટી વિભાગની અમદાવાદ-સુરતની ટીમે તપાસ
હાથ ધરી છે.સુત્રોના જણાવ્યા મુજબ કબજે કરવામાં આવેલા હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશન
દરમિયાન 100 કરોડથી વધુના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી છે.જેમાં પ્રારંભિક તપાસમાં
સંભવતઃ દશ કરોડના હિસાબી વ્યવહારોમાં શંકાસ્પદ જણાતા તે અંગેના ખુલાશા પુછવામાં આવ્યા
છે.જે આંકડો હજુ ઉંચો જવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

અલબત્ત
હજુ સુધી વિભાગીય અધિકારીઓ સમક્ષ પણ આ અંગે કોઈ ખુલાશો કે પુરાવો રજુ ન થવાથી
ટેકસચોરીના આંકના મુદ્દે હજુ અવઢવની પરિસ્થિતિ જણાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું
છે.અત્રે નોંધનીય છે કે વર્ષ-2017માં આ જુથ દ્વારા મોટા ભાગના વ્યવહારો રોકડમાં
કરવામાં આવ્યા હતા.પરંતુ જીએસટીના અમલીકરણ બાદ ના રોકડ વ્યવહારો મળી આવતા અધિકારીઓ
પણ ચોંકી ગયા હતા.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s