ત્રીજી લહેરમા લડવા નવી સિવિલે આરોગ્ય વિભાગ પાસે 3500ના સ્ટાફની માંગ કરી

– 450 ડોક્ટર, 800 નસગ 
અને
2250 
અન્ય સ્ટાફની માંગ
: હાલ કોરોના પોઝિટિવ 61 દર્દી સારવાર હેઠળ

        સુરત:

સુરત
શહેરમાં કોરોનાની બીજી લહેરમાં અનેકે જીંદગી ગુમાવી અને હવે કોરોનાની ત્રીજી લહેરમાં
કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા પ્રતિદિન કેસમાં વધારો થયો છે. જેને પગલે સુરત નવી
સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ પાસે ડોકટર સહિત
3500નાં  સ્ટાફની માંગણી કરવામાં આવી  છે.

નવી
સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગમાં  દાખલ
દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે સવારે કોરોના પોઝિટિવ
61 દર્દી દાખલ છે. જેમાં
1 વેન્ટીલેટર, 4 બાઈપેપ, 6 ઓક્સિજન પર અને 50 દર્દી ઓન રૃમએરમાં સારવાર હેઠળ
છે.  સિટીમાં કેસ વધી રહ્યા છે આવા
સંજોગોમાં સિવિલ તંત્ર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ પાસે ડોક્ટર સહિતના સ્ટાફની
માંગણી કરવામાં આવી છે. સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે કહ્યુ કે  સિવિલખાતે દર્દીઓ માટે સાધન સામગ્રી તથા સ્ટાફ
સહિતની વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  ત્રણ બિલ્ડીંગમાં
1500થી
વધુ બેડના દર્દીઓ  માટે
160 સ્પેશિયાલિસ્ટ ડોકટરો, 290 મેડિકલ ઓફિસર,800 નસગ સ્ટાફ, 1250 વર્ગ-૪ના કર્મચારી, 98 પેરામેડિકલમાં  ટેકનીશીયન સહિતના
સ્ટાફ
, 36 ફાર્માસીસ્ટ, 16 બાયોમેડિકલ
એન્જિનિયર
, 25 ડેડ બોડી અંગેનો સ્ટાફ, 180 ડેટા એન્ટ્રી ઓપરેટર, 300 દર્દીઓની સેવા ચાકરી અંગે
સ્ટાફ
, 12 ડ્રાઇવર, 60કાઉન્સિલર,
240 સિક્યુરિટી ગાર્ડ, 27 ફાયરમેન અને  9 ઓક્સિજન ઓપરેટરો
અંગે  આરોગ્ય વિભાગ પાસે માંગણી
કરવામાં  આવી છે.

– ત્રીજી
લહેરમાં સિવિલના ડોકટર સહિત
74 સ્ટાફ સંક્રમિત : 
હાલ
50 આઇસોલેશનમાં

ત્રીજી
લહેરમાં સિવિલમાં દદીઓને સારવાર આપનાર ડોકટર સહિત સ્ટાફ પણ ઝપેટમાં આવી રહ્યો છે.
એકબાજુ  સિવિલની ત્રણ બિલ્ડીંગમાં  ડોકટર સહિત સ્ટાફની અછત વર્તાઇ રહી છે ત્યારે
બીજીબાજુ  સિવિલમા ડોકટર સહિત
74 સ્ટાફ કોરોના
સંક્રમિત થયો  છે. જેમાં હાલમાં
50 સ્ટાફ આઇસોલેશમાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s