ઉતરાણમાં રોડ સાઇડ પર 2000 ફેરિયાને 10 દિવસ વિવિધ એસેસરીઝનો ધંધો મળે છે

-આ ચીજોનું આયુષ્ય માંડ બે-ત્રણ દિવસનું પેપર-પસ્તી અને
ભંગારનો ધંધો કરતા ફેરિયાઓ સિઝન-તહેવાર પ્રમાણે નાનો-મોટો ધંધો કરતાં રહ્યાં છે

સુરત

ઘરેઘર
ફરીને પેપર-પસ્તી
,
ભંગાર અને અન્ય જૂની વસ્તુઓની ખરીદી કરનારાંઓ ઉત્તરાયણ પહેલાં
એસેસરીઝના ધંધામાં જોતરાઈ જાય છે. આમાં જોકે
, બહુ મોટી કમાણી
નથી. પરંતુ ગુજારો થઈ જાય છે. શહેરભરમાં
2000થી વધુ ફેરિયાઓ
આ સિઝનલ ધંધા સાથે સંકળાયેલાં છે.

મકરસંક્રાંતિનો
તહેવાર આવે તે પહેલાં બજાર જુદી જુદી એસેસરીઝથી ઉભરાઈ ઊઠે છે. નાનાં બાળકોથી માંડી
વયસ્કો માટેની ચીજવસ્તુઓ લઈને ફેરિયાઓ રોડ ઉપર દસેક દિવસ પહેલાંથી ગોઠવાઈ જાય છે.
ઉત્તરાયણ પહેલાં પેપર-પસ્તી તથા ભંગારનો ધંધો કામચલાઉ બાજુએ મૂકી દેવામાં આવે છે.
ટોપી
, વિભિન્ન
પ્રકારના માસ્ક
, પીપુડી, અવાજ ઉત્પન્ન
કરે તેવી નાનકડી પ્લાસ્ટિકની ચીજો
, ચશ્મા, આંગળી ઉપર પહેરવાની પટ્ટીઓ, સાદી અને લાઇટ વાળી
સિસોટીઓ ઉપરાંત અન્ય વિવિધ પ્રકારની એસેસરીઝ ફેરિયાઓ દ્વારા રોડ સાઇડ ફુટપાથ પર
વેચવામાં આવે છે.

જુદા
જુદા પ્રકારની એસેસરીઝ જથ્થાબંધ વેપારીઓ પાસેથી મેળવીને ફેરિયાઓ ૧૦ દિવસ નાનો-મોટો
ધંધો કરી લે છે. ચાલું વર્ષે ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો નથી. ગત વર્ષની
સરખામણીમાં રુ.
10થી 20નો ફરક પડયો છે, એમ ઉધના-મગદલ્લા
રોડના ફૂટપાથ પર ધંધો કરતાં એક ફેરિયાઓ કહ્યું હતું. જુદી જુદી ચીજવસ્તુઓનું
આયુષ્ય માંડ બે-ત્રણ દિવસનું હોય છે અને કિંમત પણ ખૂબ જ નજીવી હોવાને કારણે યુવાનો
અને વયસ્કો બાળકો માટે ખરીદતાં આવ્યાં છે.

દસ
દિવસ પહેલાથી ચીજો વેચાતી હોવાથી
,
બહુ મોટો સ્ટોક ફેરિયાઓ કરતાં નથી. મકરસંક્રાંતિની ઉજવણી પૂરી થાય
તે પછી મોટા ભાગના ફેરિયાઓ પાસે સ્ટોક બચતો નથી. પેપર-પસ્તી અને ભંગારનો ધંધો કરતા
ફેરિયાઓ સિઝન પ્રમાણે નાનો-મોટો ધંધો કરતાં રહ્યાં છે. મુખ્ય તહેવારો પહેલાં ડ્રાય
ફુટ
, હોળી-ધુળેટી પહેલાં રંગ અને પિચકારી, દિવાળી પહેલાં ફટાકડાં, સુશોભન, લાઇટ અને મકરસંક્રાંતિ પહેલાં એસેસરીઝનો ધંધો આ ફેરિયાઓ કરે છે. શહેરભરમાં
મળી
2000થી વધુ ફેરિયાઓ સીઝનલ ધંધો કરે છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s