આવા તબીબો સુરત માટે જોખમી, વેસુના તબીબ કોરોના ટેસ્ટ કરતા પણ પોઝિટિવ અંગે કોર્પોરેશનને જાણ ન કરતા


– પાલિકાએ તબીબને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો, ગંભીર બેદરકારી બદલ પગલાં ભરાશે

પ્રતિનિધિ દ્વારા, સુરત

સુરતના વેસુ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા એક તબીબે લોકોના કોરોના ના કેસ કર્યા અને તેમાં પોઝિટિવ આવનારની જાણ પાલિકા તંત્રને કરી ન હતી. ખાનગી રીતે ટેસ્ટ કરી પાલિકાને જાણ ન કરતાં ગંભીર બેદરકારી બદલ પાલિકા તંત્રે તબીબને નોટિસ ફટકારી છે. કોરોના માટે સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરતા આ તબીબ સામે આગામી દિવસોમાં પાલિકા આકરા પગલાં ભરવા તૈયારી કરી રહી છે.

સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં વેસુ માં ગ્રીન હેરિટેજ બિલ્ડીંગ આવ્યું છે. આ બિલ્ડિંગમાં છેલ્લા દસ દિવસમાં 17 કેસ આવતા પાલિકાએ બિલ્ડીંગ સિવિલ કર્યું છે. પાલિકાની તપાસ દરમિયાન આ બિલ્ડિંગમાં ડોક્ટર પંકજ મિત્તલ રહે છે તેઓ વેસુ સોમેશ્વર ખાતે હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલમાં તેઓ ખાનગી રીતે કોરોના નો ટેસ્ટ કરતા હતા પરંતુ તેમાં કોઈ પોઝિટિવ આવે તેની જાણ તેઓ નિયમ મુજબ મહાનગરપાલિકાને કરતા ન હતા. 10 જાન્યુઆરી ના રોજ તેમના એપાર્ટમેન્ટમાંથી ચાર દર્દીઓ મળી આવ્યા હતા પરંતુ તેની જાણ પાલિકા તંત્રને કરવામાં આવી ન હતી. ડોક્ટર દ્વારા રાખવામાં આવેલી બેદરકારી સંક્રમણ વધારે તેવી છે. આ વાતની જાણ થતાં પાલિકાએ ગંભીરતાને ધ્યાને રાખીને ડોક્ટરને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેમાં તકેદારી રાખવાને બદલે તબીબે નિયમોનો ભંગ કરીને અન્યના જીવ જોખમમાં મુકાયા છે. ડોક્ટર ના ખુલાસા બાદ પાલિકા તંત્ર આ ગંભીર ભૂલ માટે દંડ પણ કરી શકે છે. જો ભવિષ્યમાં આવા પ્રકારની બેદરકારી કોઈપણ દ્વારા રાખવામાં આવશે તો પાલિકા તંત્ર દ્વારા પોલીસ કેસ સુધીની કામગીરી કરવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s