હાઈકેલ કંપનીના એમ.ડી અને અન્યો મુંબઈમાં પણ નિવેદન આપવા હાજર રહ્યા નહીં


– સચિન GIDC કેમિકલ ગેસ દુર્ઘટનાકાંડ

– જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે નરીમાન પોઈન્ટની ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજી પુરાવા એકત્ર કરતા સંચાલકો ફરતે ગાળિયો મજબૂત બન્યો

સુરત, : સચિન જીઆઈડીસીની ખાડીમાં મુંબઈની હાઈકેલ સહિત ચાર કંપનીએ કેમિકલ છોડતા ઉદભવેલા ગેસથી 6 નિર્દોષના મોતના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કંપનીના સંચાલકોનું નિવેદન નોંધવા મુંબઈ પહોંચી છે. જોકે, એમ.ડી અને અન્યો ક્રાઈમ બ્રાન્ચને મળ્યા નહોતા. ક્રાઈમ બ્રાન્ચે કંપનીની નરીમાન પોઈન્ટ સ્થિત ઓફિસ અને બેલાપુરની ઓફિસમાં તપાસ હાથ ધરી કેટલાક દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા.

સચિન જીઆઈડીસીમાં કેમિકલ વેસ્ટથી 6 નિર્દોષના મોતની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ મનસુખભાઈ ગોકળભાઈ પટેલ, સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર અભય સુરેશ દાંડેકર અને ક્રોપ પ્રોટેક્શન ડિવીઝનના ઈએચએસ હેડ મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હેની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તે ઉપરાંત સ્થાનિક મિલ બજરંગ ઇન્ડસ્ટ્રીઝના માલિક રમણભાઇ ભલાભાઇ બારીયાની ભૂમિકા પણ બહાર આવતા તેની ધરપકડ કરી હતી.અત્યાર સુધી આ બનાવમાં 10 આરોપીની ધરપકડ કરનાર ક્રાઈમ બ્રાન્ચે હવે કંપનીના સંચાલકો ફરતે ગાળીયો મજબૂત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજરોજ મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત ઓફિસ અને બેલાપુરની ઓફિસમાં તપાસ હાથ ધરી કંપનીના સંચાલકોનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. જોકે, કંપનીના એમ.ડી. હીરામઠ અને અન્યો મળ્યા નહોતા.

ક્રાઈમ બ્રાન્ચે બંને સ્થળેથી કેટલાક દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કંપનીના અધિકારીઓ પુછપરછ દરમિયાન અમે કાયદેસર કેમિકલ વેસ્ટ વેચ્યું છે તેવું રટણ કરતા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s