સુરતમાં પ્રથમ અને બીજી લહેરનો રેકોર્ડ તૂટયો સિટીમાં 2505 અને ગ્રામ્યમાં 265 કેસઃ બે મોત

– સિટીમાં 11,923 અને ગ્રામ્યમાં 884 એક્ટિવ કેસ: વરાછા-એ ઝોનમાં સૌથી વધુ 515

સુરત
શહેરમાં પુનઃ વધી રહેલા કોરોનાના સક્રમણ અંતર્ગત ગત રોજના કેસની સરખામણીમાં 26 ટકાના વધારા સાથે વીતેલા 24 કલાકમાં 2505 લોકો સક્રમિત અને 2 દર્દીના મોત થતા તંત્ર ચિંતાતુર બન્યું છે. જયારે સુરત ગ્રામ્યમાં 265 કેસ નોંધાતા સિટી-ગ્રામ્યમાં 2770 દર્દી નોંધાયા હતા. જયારે 548 દર્દી કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત સિટીમાં વીતેલા 24 કલાક દરમિયાનમાં 2505 લોકો સક્રમિત થયા છે. ગત રોજ નોંધાયેલા કેસમાં 26 ટકાના વધારા સાથે 2505 કેસ નોંધાતા કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની સામે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. સિટીમાં સૌથી વધુ કેસ વરાછા એ ઝોનમાં 515 ત્યાર બાદ કતારગામમાં 448 અને રાંદેરમાં 413 કેસ નોંધાયા હતા. જયારે પાલ ગામના ડાયાબિટીશ અને પ્રેસરની બિમારીથી પિડીત 70 વર્ષીય વૃધ્ધને હાર્ટએટેકને પગલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું અને ટીબીની બિમારીથી પિડીત પનાસ ગામના 35 વર્ષીય યુવાનનું નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મોત થયું હતું. કોરોના મહામારીની ત્રીજી લહેરમાં રેકોર્ડ બ્રેક નોંધાયેલા 2505 દર્દી પૈકી 78 વિદ્યાર્થીઓ, પોલીસકર્મી 4, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 36 અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 13 લોકો સક્રમિત થયા છે.
જયારે જિલ્લામાં 265 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ બારડોલીમાં 55, કામરેજમાં 55, ઓલપાડમાં 42, માંગરોળમાં 32, માંડવીમાં 24, પલસાણામાં 20, ચોર્યાસીમાં 16 અને ઉમરપાડામાં 1 કેસ નોંધાયો હતો. સિટીમાં આજે વધુ 2 દર્દી નોંધાતા મૃત્યાંક 1632 અને કુલ કેસ 1,26,005 પર પહોંચ્યો છે. જયારે ગ્રામ્યમાં 265 સક્રમિત થતા કુલ કેસનો આંક 33,345 અને 491 દર્દીના મૃત્યુ થયા છે. સિટી અને જિલ્લાના મળી કુલ 1,59,350 લોકો સક્રમિત થયા છે અને 2,123 લોકોને કોરોના ભરખી ગયો છે. આજે સિટી વિસ્તારના 460 જિલ્લામાં 88 દર્દી સાજા થતા સિટી-જિલ્લાના કુલ 548 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. સિટીમાં રેકોર્ડ બ્રેક દર્દી નોંધાતા સિટીમાં 11,923 અને ગ્રામ્યમાં 884 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે.

કયા ઝોનમાં કેટલા દર્દી નોંધાયા
ઝોન                નવા દર્દીની સંખ્યા              કુલ કેસ

સેન્ટ્રલ              111                                  11,107
વરાછા એ          515                                  12,428
વરાછા બી         185                                  10,980
રાંદેર                413                                   24,201
કતારગામ         448                                   17,049
લિંબાયત           182                                   11,863
ઉધના એ           202                                   11,177
ઉધના બી           40                                     40
અઠવા                409                                   27,160
કુલ                   2505                                  1,26,005

કોરોનાની ત્રીજી લહેરમાં સુરત સિટીમાં રેકોર્ડ બ્રેક 2505 કેસ નોંધાયા
કોરોનાનું સક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ગત રોજની સરખામણીમાં 26 ટકાના વધારા સાથે 2505 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેર વખતે એટલે કે ગત 24 એપ્રિલ 2021 ના રોજ સૌથી વધુ 2321 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં જે 2321 કેસ નોંધાયા હતા તેના કરતા 186 વધુ કેસ સાથે રેકોર્ડ બ્રેક 2505 કેસ નોંધાયા છે.

221 દિવસ બાદ કોરોનાથી 2 દર્દીના મોત
કોરોના સક્રમિત દર્દીઓનો રેકોર્ડ બ્રેક થવાની સાથે કોરોના આજે બે દર્દીને ભરખી ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગત 1 જુન 2021 ના રોજ કોરોનાથી દર્દીનું મોત થયું હતું. ત્યાર બાદથી કોરોનાથી એક પણ મોત થયું ન હતું. જો કે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત થતા 221 દિવસ બાદ કોરોના કાળમુખી બન્યો છે. જેને પગલે તંત્ર ચિંતાતુર બન્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s