સુમુલની આબરુ બચાવવી કે ફરિયાદ પુરવાર કરવી તે ચેરમેન માનસિંહ પટેલ માટે કોયડો– તત્કાલિન ચેરમેન રાજુ પાઠક સામે આક્ષેપો કર્યા બાદ તે અંગે
જવાબ પણ તે સમયના ફરિયાદી અને હાલના ચેરમેન માનસિંહ પટેલ આપશે

– સૂડી વચ્ચે સોપારી
જેવી સહકાર ક્ષેત્રમાં જવલ્લે જ સર્જાતી સ્થિતિ

    સુરત

સુમુલ
ડેરીએ લીધેલી રૃા.
1000 કરોડની લોન મુદ્દે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ખુલાસો પુછાયા બાદ સુમુલ દ્વારા
શું જવાબ અપાય છે તેના પર સભાસદોની મીંટ મંડાઇ છે. ફરિયાદ કરનાર માનસિંહ પટેલ હાલમાં
ચેરમેન છે અને જેમની સામે આક્ષેપ કરાયો હતો તે પૂર્વ ચેરમેન રાજુ પાઠક હાલમાં વાઇસ
ચેરમેન છે. જેથી હાલના પ્રમુખે ફરિયાદમાં થયેલા આક્ષેપો પુરવાર કરવાના છે.

દોઢ
વર્ષ પહેલા સુમુલની ચૂંટણી ટાણે માનસિંહ પટેલે તત્કાલિન પ્રમુખ રાજુ પાઠક સામે
આક્ષેપો કર્યા હતા. બચત થાપણો વાપરી નાંખીને રૃા.
1000 કરોડની લોન લઇ લીધી હતી જેથી સુમુલ પર
વ્યાજનું ભારણ આવી ગયું હતું. અને ગરીબ પશુપાલકોને શોષિત કર્યા  છે. ફરિયાદ વડાપ્રધાનને પણ મોકલાઇ હતી.
ચૂંટણીમાં માનસિંહ પટેલ જીત્યા અને ચેરમેન બની ગયા છે. હવે તેમની જ ફરિયાદ અંગે
દોઢ વર્ષ બાદ સુમુલ ડેરી પાસે જિલ્લા રજીસ્ટ્રારે ખુલાસો માંગ્યો છે.

ચેરમેન
તરીકે માનસિંહ પટેલે જવાબ આપવાનો છે. જેથી તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઇ
છે. તત્કાલિન ચેરમેન અને હાલના વાઇસ ચેરમેન રાજુ પાઠકે સુમુલને કરેલા નુક્સાન અંગે
આક્ષેપો પુરવાર કરવાના છે. આક્ષેપ કર્યા બાદ તેને પુરવાર કરવાની તક પણ મળે તેવું
સહકાર ક્ષેત્રમાં જવલ્લે જ બને છે. જેથી જિલ્લા રજીસ્ટ્રારને ખુલાસો કરીને
તત્કાલિન ચેરમેન રાજુ પાઠકને ક્લિનચીટ અપાય છે કે
, સુમુલને નુક્સાન થયું જ હતું તે જવાબ રજૂ
કરશે
? તે જાણવા કથિત ગરીબ શોષિત પશુપાલકો ઉત્સુક છે.

આ પ્રકારની
ફરિયાદોમાં ભૂતકાળમાં
76(બી) એટલે કે હોદ્દાના દુરુપયોગ બદલ કાર્યવાહી થયેલી છે

ભૂતકાળના
વર્ષોમાં 76  (બી) હેઠળ ઘણી સહકારી મંડળીઓમાં અને દુધ મંડળીઓમાં કાર્યવાહી કરાઇ
હતી. ૭૬ (બી) એટલે હોદ્દાનો દુરુપયોગ. આથી આગામી દિવસોમાં આ કલમ હેઠળ કોની સામે
કાર્યવાહી થશે
? તે ચર્ચાએ પણ જોર પકડયુ છે. ભુતકાળમાં ઘણી મંડળીઓમાં આ રીતે નોટીસો
ફટકાર્યા બાદ કાર્યવાહી થઇ હતી એમ સૂત્રોએ જણાવ્યું છે.

તત્કાલીન
ચેરમેન સામે કરેલા આક્ષેપો


ભારતીય જનતા પાર્ટી અને સરકારના નામે ફિલ્મ સ્ટારનો કાર્યક્રમ


મુખ્યમંત્રીના કાર્યક્રમો કરી ભોળી પ્રજા, આદિવાસી
પ્રજાઓને મુરખ બનાવવામાં આવી રહ્યા છે.


વડાપ્રધાન હસ્તે જાહેરાત કરાવવી


ડીવાઇન ગીર ગાય સંવર્ધનનો કાર્યક્રમ


મધમાખી ઉછેર કાર્યક્રમ

<

p class=”12News”>-
સરગવા સીંગની ખેતીનો કાર્યક્રમ  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s