રૃ.1.27 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ



સુુરત

ચેક રીટર્ન કેસમાં પેઢીના માલિકને બદલે સંચાલક પાવરદાર ફરિયાદ કરી શકે છેઃઆરોપીના બચાવપક્ષે માલિકને બદલે પાવરદારે ફરિયાદ કરી હોવાના બચાવને કોર્ટે નકાર્યો
આજથી
ત્રણ વર્ષ પહેલાં આર્ટ સિલ્ક કાપડના જથ્થાની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 1.27 લાખના બે ચેક રીટર્ન કેસમાં ફરિયાદી પેઢીના માલિકના પાવરદાર સંચાલકની  ફરિયાદ નિઃશકપણે સાબિત થતાં એડીશ્નલ ચીફ
જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કુ.અસ્મિકાબેન ભટ્ટે આરોપીને દોષી ઠેરવી એક વર્ષની કેદ
,ચેકની બમણી રકમનો દંડ
તથા દંડની રકમમાંથી ફરિયાદીને લેણી રકમ ચુકવાય નહીં ત્યાં સુધી વાર્ષિક 9 ટકાના
વ્યાજ સહિત ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.આરોપી વળતર ન ચુકવે તો વધુ ત્રણ
માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

દિલ્હી
ગેટ સ્થિત કુબેરજી ટેક્ષટાઈલ માર્કેટમાં સાવી ક્રિએશનના માલિક અલ્પેશ મોતીલાલ
રાઠોડના ફરિયાદી પાવરદાર મેનેજર અશોક ચુનીલાલ સોલંકીએ આરોપી ગૌતમ પુખરાજ તલેસરા
(રે.રામબાગ પેલેસ
,ડુંભાલ)ઓક્ટોબર-2016માં કુલ રૃ.1.32 લાખની કિંમતનો આર્ટ સિલ્કનો ઉધાર
જથ્થો વેચાણ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આપેલા કુલ રૃ.1.27 લાખના બે ચેક રીટર્ન
થતાં ફરિયાદીએ પાવરદારે સાવી ક્રિએશનના સંચાલક વતી વિશાલ લાઠીયા દ્વારા આરોપી ગૌતમ
તલેસરા વિરુધ્ધ ચેક રીટર્ન બદલ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

જેની
સુનાવણી દરમિયાન આરોપીના બચાવપક્ષે એવી રજૂઆત કરી હતી કે ફરિયાદી માલિકના
પાવરહોલ્ડર તરીકે કરી હોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી.પેઢીના માલિક કે સેલ્સ
મેનેજરને તપાસવામાં આવ્યા ન હોઈ આરોપી સાથેનો વ્યવહાર પુરવાર થતો નથી.જેને કોર્ટે
નકારી કાઢી સુપ્રિમ કોર્ટના શંકર ફાયનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વિ.સ્ટેટ ઓફ
આંધ્રપ્રદેશ અને અન્ય એક કેસના ચુકાદાના તારણનો નિર્દેશ આપીને આરોપીના બચાવને
નકારી કાઢ્યો હતો.જે કેસોમાં માલિકના પાવરદાર પાવરદારની હેસિયતથી ફરિયાદ કરી શકે
છે.પરંતુ પાવરદાર પોતે વ્યક્તિગત રીતે ફરિયાદ કરે તો તે યોગ્ય નથી.હાલના કેસમાં
પાવરદારને પેઢીના સંચાલન અને વ્યવહારના સાક્ષી અને ચેકની લેવડદેવડના જાણકાર
છે.ફરિયાદપક્ષે નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું પુરવાર કર્યું
છે.જેથી સમન્સ ટ્રાયેબલ કેસમાં આરોપીને સાંભળવાની જરૃર ન હોઈ તેની ગેરહાજરી હોઈ
કોર્ટે આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s