ડિસેમ્બર મહિનામાં એચયુઆઇડી સાથે જ્વેલરીના 1 કરોડ નંગ હોલમાર્ક થયાં

-જ્વેલરીના
હોલ માર્કિંગ માટેનો સરેરાશ સમય જુલાઈમાં
87 કલાકની સરખામણીમાં ઘટીને 28 કલાક થઈ જતા રાહત

સુરત

જ્વેલરીમાં
હોલમાકગ જ્વેલર્સ માટે ચિંતાનો વિષય હતો.પરંતુ જ્વેલર્સે હોલમાકગને સ્વીકારી લીધું
હોવાથી
, હોલમાકગના કામમાં પ્રગતિ થઈ રહી છે. ગત ડિસેમ્બર દરમિયાન જ્વેલરીના 1 કરોડ નંગ એચયુઆઇડી સાથે હોલમાર્કડ થયાં છે.

હોલમાકગના
દરેક પાસામાં મોટી પ્રગતિ થઈ છે. નિકાસ
,
પુનઃ આયાત, સ્થાનિક પ્રદર્શનો અને સોનાના
આભૂષણોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને કુંદન
, પોલ્કી અને
જડાઉ જ્વેલરીની વ્યાખ્યા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર (એસઓપી) બ્યૂરો ઓફ
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ જારી કરી તે આવકાર્ય છે એમ જીજેઇપીસીએ કહ્યું છે.

ગયા
મહિને એચયુઆઇડી સાથે અંદાજે
1 કરોડ નંગ હોલમાર્ક કરેલાં છે. બીઆઈએસ કેર એપ દ્વારા ઉપભોક્તા હોલમાર્ક
જ્વેલરીની વિગતો જોઈ શકે છે. જ્વેલરીનો પ્રકાર
, શુદ્ધતા,
એએચસીનું નામ, જ્વેલરનું નામ, હોલમાકગની તારીખ, વગેરે જે સોનામાં ગ્રાહકનો વિશ્વાસ
વધારવામાં મદદ કરશે.

જ્વેલરીના
હોલમાકગ માટે લાગતો સમય જ્વેલર્સ માટે મુખ્ય ચિંતાનો વિષય હતો. પણ
, રાહતની વાત એ છે કે
હવે હોલમાકગ માટેનો સરેરાશ સમય જુલાઈમાં
87ની સરખામણીમાં
ઘટીને
28 કલાક થઈ ગયો છે એમ જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે
કહ્યું હતું. ભારત સરકારે જૂન
2021ના મધ્યમાં ગોલ્ડ
જ્વેલરીના હોલમાકગને ફરજિયાત બનાવ્યું ત્યારથી હોલમાકગમાં સતત પ્રગતિ થઈ રહી છે.
ઉદ્યોગે ફરજિયાત ગોલ્ડ જ્વેલરી હોલમાકગને આવકાર્યું છે અને સ્વીકાર્યું છે.
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s