NEETના મેરીટ લીસ્ટમાં નામ નહીં આવતા અડાજણના યુવાન ડોક્ટરનો આપઘાત

– સર્જન
બનવાની ઇચ્છા રાખતા 26 વર્ષના શ્રેયાંશ મોદીએ રૃમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો
ખાઇ લીધો

સુરત :

અડાજણમાં  સોમવારે સાંજે એક યુવાન ડોકટરે ફાંસો ખાઈ આપઘાત
કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. 
નીટની પરીક્ષાના રીઝલ્ટ બાદ મેરીટ લીસ્ટમાં તેનું નામ નહી આવતા નાસિપાસ
થઇને તેણે આ પગલુ ભર્યુ હતુ.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણના આનંદમહેલ રોડ ખાતે  સુરભી રો- હાઉસમાં રહેતો 26 વર્ષીય શ્રેયાંશ
દિપકકુમાર મોદીને  સોમવારે સાંજે  તેના પરિવારના સભ્યોએ ફોન કર્યો હતો પણ રિસીવ
નહિ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા.દરવાજો અંદરથી બંધ હોવાથી ખખડાવતા અંદરથી
કોઈ જવાબ આપ્યો નહી. જેથી આજુબાજુના લોકોને બોલાવી લોક તોડી દરવાજો ખોલવામાં આવ્યો
હતો. દરવાજો ખોલ્યો ત્યારે શ્રેયાંશ રૃમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે
ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારજનો હેબતાઇ ગયા હતા. જયારે તેના મિત્ર અને
સોસાયટીમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી.

પોલીસે
જણાવ્યું હતું કે શ્રેયાંશે  સિવિલ માંથી
એમબીબીએસનો અભ્યાસ  ત્રણ વર્ષ પહેલા પૂરો
કર્યાે હતો.તેની સર્જન બનવાની ઇચ્છા હતી.બાદમાં તેણે માસ્ટર ડિગ્રી (એમ.ડી) માટે
થોડા સમય પહેલા પીજી નીટની પરીક્ષા આપી હતી.ગતરોજ નીટનું રિઝલ્ટ આવ્યું હતું. જોકે
મેરીટ લિસ્ટમાં તેનું નામ નહીં આવતા તે એકદમ નાસિપાસ થઇ ગયો હતો અને આ પગલું
ભર્યું હતું. તે માતા પિતાનો એકનો એક દીકરો હતો. તેના પિતા  સોના-ચાંદીના કામ સાથે સંકળાયેલા છે. જ્યારે
માતા અડાજણની બેંકમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.આ અંગે અડાજણ પોલીસે
તપાસ હાથ ધરી છે.

 

– માતા-પિતાનું
ખૂબ ધ્યાન રાખતો
, સોસાયટી-મિત્ર વર્ગમાં મદદ માટે તરત દોડી જતો

ડો.
શ્રેયાંશના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું શ્રેયાંશ પોતાના માતા પિતાનું બહુજ
ધ્યાન રાખતો હતો. તે આખા કુટુંબ માટે ગૌરવ હતો.ભણવામાં પણ હોશિયાર હતો. તે
એમ.બી.બી.એસ પૂરુ કર્યા બાદ પોતાના નોલેજના હિસાબે સોસાયટી
,પરિવાર કે મિત્ર
વર્ગમાં ક્યારેય કોઈ બીમાર પડે અને તેને ખબર પડે એટલે દોડી જતો હતો.તેમની સારવાર
કરતો
,જરૃરિયાત પ્રમાણે ઇન્જકેશન આપતો, કોઈને
દવા લાવવાની કે લખવાની હોય તે કામ પણ કરતો હતો. સારવારથી લઈને અન્ય કોઈ ડોકટર સાથે
વાત કરવી હોય ત્યારે વાત કરી તે પ્રમાણે સલાહ પણ આપતો હતો. હમેશા મદદ માટે આગળ
રહેતો હતો
.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s