સચિન જીઆઈડીસીની ખાડીમાં હાઈકેલ સહિત ચાર કંપનીએ કેમિકલ છોડતા ઉદભવેલા ગેસે 6 નો ભોગ લીધો

– સચિન જીઆઈડીસીની સહજાનંદ કેમિકલ, રોયલ કેમ અને બજરંગ ઇન્ડસ્ટ્રીઝનું કેમિકલ પણ ઠલવાયું : અત્યાર સુધી 10 ની ધરપકડ

– ખાતાકીય તપાસમાં અન્ય પોલીસ કર્મચારીની સંડોવણી બહાર આવશે તો પગલાં લેવાશે : પોલીસ કમિશનર

સુરત, : સચિન જીઆઈડીસીમાં હાઈકેલ કંપનીમાંથી ટેન્કરમાં આવેલા કેમિકલ અને સચિન જીઆઇડીસીની ત્રણ કંપનીઓએ ખાડીમાં છોડેલા કેમિકલ મિક્સ થતા ઉદભવેલા ઝેરી ગેસે 6 નિર્દોષનો ભોગ લીધો હતો તેવો ખુલાસો આજરોજ પોલીસ કમિશનરે કર્યો હતો. સુરત પોલીસે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 10 આરોપીની ધરપકડ કરી છે.

સચિન જીઆઈડીસીમાં કેમિકલ વેસ્ટથી 6 નિર્દોષના મોતની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ મનસુખભાઈ ગોકળભાઈ પટેલ, સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર અભય સુરેશ દાંડેકર અને ક્રોપ પ્રોટેક્શન ડિવઝનના ઈએચએસ હેડ મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હેની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તે ઉપરાંત સ્થાનિક મિલ બજરંગ ઇન્ડસ્ટ્રીઝના માલિક રમણભાઇ ભલાભાઇ બારીયાની ભૂમિકા પણ બહાર આવતા તેની ધરપકડ કરી હતી. દરમિયાન,આજરોજ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે હાઈકેલ કંપનીમાંથી ટેન્કરમાં આવેલા કેમિકલ સોડીયમ હાઈડ્રો સલ્ફાઇડનો જે ખાડીમાં નિકાલ કર્યો તેમાં સચિન જીઆઇડીસીની ત્રણ કંપનીઓ સહજાનંદ કેમિકલ, રોયલ કેમ અને બજરંગ ઇન્ડસ્ટ્રીઝે એસિડિક કેમિકલનો નિકાલ કરતા ઉદભવેલા ઝેરી ગેસને લીધે દુર્ઘટના સર્જાઈ હતી અને 6 નિર્દોષ મોતને ભેટ્યા હતા.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે કેમિકલના નિકાલ દરમિયાન હાઇકેલ કંપનીના સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ મનસુખભાઈ પટેલે એન્વાયરમેન્ટ હેલ્થ સેફટીઝની, સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર અભય દાંડેકરે જીપીએસ ટ્રેકીંગ સિસ્ટમ દેખરેખની અને ક્રોપ પ્રોટેક્શન ડિવઝનના ઈએચએસ હેડ મછીન્દ્રનાથ ગોર્હેએ સાઈટ વેરિફિકેશનની જવાબદારી નિભાવવાની હતી. પરંતુ તેમાં તેમણે બેદરકારી દાખવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ સુરત પોલીસે ખાડીમાં એસિડિક કેમિકલનો નિકાલ કરનાર સહજાનંદ કેમિકલના વિજય ડોબરીયા અને રોયલ કેમના સૌરભ ગાબાણીની ધરપકડ કરી હતી. જયારે ગતરોજ બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણભાઇ બારીયાની ધરપકડ કરી હતી. સુરત પોલીસે આ બનાવમાં અત્યાર સુધી કુલ 10 ની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનરે તેમ પણ ઉમેર્યું હતું કે જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને ખાતાકીય તપાસમાં જો અન્ય પોલીસ કર્મચારીની સંડોવણી બહાર આવશે તો પગલાં લેવાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s