પાલ કોટનના રૃા.28.51 કરોડના પેમેન્ટ મુદ્દે ત્રણ સામે ગુનો દાખલ કરવા અરજી

 

– નવસારીની પૌઆ મિલના માલિક દંપતી રમેશચંદ્ર-મોના નાયક અને
પાલ મંડળીના ભૂતપુર્વ  ચેરમેન  જયેશ પટેલ સામે અરજી થતા ખળભળાટ

                  સુરત

જહાંગીરપુરાની
પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૃપિયાનું ડાંગર ખરીદયા બાદ
બાકી નિકળતી રકમ રૃા.
28.51 કરોડ ચૂકવવા માટે વાયદા પર વાયદાઓ કરતા આખરે મંડળીના મેનેજરે નવસારીની
પોહા મિલના માલિક અને મંડળીના ભુર્તપૂર્વ ચેરમેન જયેશ પટેલ ( પાલ ) વિરુદ્ર ૪૨૦
,
૪૦૬ સહિત અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટે પોલીસ કમિશ્નર સમક્ષ
અરજી કરતા સહકાર ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ચોર્યાસી
અને ઓલપાડ તાલુકાના ૪૬ ગામોને સમાવીને વર્ષો પહેલા બનાવાયેલી પાલ કોટન મંડળીમાં
છેલ્લા ઘણા વખતથી ડાંગર ખરીદીનો જે વિવાદ ચાલી રહ્યો હતો. તે આજે સપાટી પર આવ્યો
છે. પાલ મંડળીના મેનેજર સુરેશ પટેલે પોલીસ કમિશ્નર સમક્ષ નવસારીની પોઆ મિલ ના
માલિક એવા સાંઇ હસ્તી પ્રોડકટ લીમીટેડના ડાયરેકટર પ્રગ્નેશ રમેશચંદ્ર નાયક અને
તેમની પત્ની મોના નાયક ( બન્ને રહે.મુ.સુપા ( કુરેલ ) બારડોલી રોડ નવસારી ) અને
જયેશ શંકર પટેલ ( પાલ મંડળીના ભૂતપૂવ ચેરમેન )આ ત્રણેય વિરુદ્ર અરજી કરી હતી કે આ
પોહા મિલના માલિકે ૨૦૧૨ થી ૧૭ દરમ્યાન જે ડાંગર ખરીદયુ હતુ. તેના રૃપિયા બરાબર
ચૂકવતા હતા. પરંતુ ૨૦૧૭ થી લઇને ૧૯-૨૦ ના ત્રણ વર્ષમાં મંડળી પાસેથી જે ડાંગર
ખરીદયુ હતુ. તેના રૃપિયા ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. આ ત્રણ વર્ષ દરમ્યાન
મંડળી પાસેથી કરોડો રૃપિયાનું ડાંગર ખરીદયા બાદ આજની તારીખે રૃા.૨૮.૫૧ કરોડ લેવાના
બાકી નિકળી છે. તે રૃપિયા પોહા મિલના માલિક ચૂકવતા નથી.

<

p class=”12News0″>તે
વખતના મંડળીના ચેરમેન જયેશ પટેલની ફરજ હતી કે અલગ અલગ વેપારીઓને માલ વેચવો અને
વ્યાજબી રીતે અમુક કિંમતથી વધુ રકમનો ઉધાર માલ વેચવો નહીં. તેમ છતા તેમણે  વેચાણ કરતા ત્રણેયનું એકબીજા સાથેનું ગુનાહિત
મેળાપીપણું સ્પષ્ટ થતુ હોય ઇપીકો કલમ ૪૦૬
,
૪૨૦, ૪૦૯, ૧૨૦ ( બી) અને
૩૪ મુજબ કોગ્નીઝેબલ ગુનો બનતો હોય ફરિયાદ દાખલ કરવા માંગ કરાઇ છે. જયેશ પટેલ
ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ પણ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s