સચિન દુર્ઘટનામાં હાઇકેલ કંપનીના તમામ માલિકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરો


– પૈસાની લાલચમાં
કેમિકલ માફિયાઓ
બેદરકાર તંત્રને લીધેનિર્દોષ
લોકોએ જીવ ગુમાવ્યા પછી સુધારાત્મક પગલાં નહીં ભરીશુ તો બીજુ ભોપાલ બનશે

– મીંઢોળા
નદીમાં એકલુ કેમિકલ જ આવે છે
,
માછીમારીનો વ્યવસાય ઠપ થઇ ગયો છે

        સુરત

સચીન
દુર્ઘટનામાં હાઇકલ કંપનીના તમામ માલિકો સામે ફરિયાદ કરી ધરપકડ કરો. સચીન ઓદ્યોગિક એસોસિએશનના
હોદેદારોની બેદરકારી કે સંડોવણીની પણ તપાસ કરો અને સુરતને બીજુ ભોપાલ બનતુ અટકાવવા
માટે ઠોસ પગલાં લેવાની સાથે તમામ આરોપીઓ સામે ગુજસીકોટલ હેઠળ ગુનો દાખલ કરવાની આજે
પરિવર્તન ટ્રસ્ટ દ્વારા માંગ કરાઇ હતી.

સચીન જીઆઇડીસીની
દુર્ધટનાના કારણે આજુબાજુના ગામોમાં પ્રદુષણ ઓકતી કંપનીઓ તેમજ છાશવારે ખાડીઓમાં ટેન્કર
ઠાલવવાની બનતી ઘટનાઓને લઇને ગ્રામજનોમાં ભારે આક્રોશ હોવાથી આજે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા
જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે પૈસાની લાલચમાં કેમિકલ માફિયાઓ
અને બેદરકાર તંત્રને લીધે નિદોર્ષ લોકોએ જીવ ગુમાવ્યા પછી આપણે જો સુધારાત્મક પગલાંઓ
નહીં ભરીશું તો આવી ઘટનાઓ કોઇ દિવસ ભોપાલની જેવી ઘટનાઓ બનશે.

જેનું
ઉદાહરણ મીઢોળા નદી છે. આ નદીમાં એકલુ કેમિકલ જ આવે છે. ખાડીમાં માછીમારીનો વ્યવસાય
ઠપ્પ થઇ ગયો છે. આ નદીમાંથી કોઇ એજન્સી પાસે સતત ૨૪ કલાક સુધી દર કલાકે પાણીના
સેમ્પલો લેવામાં આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તેમ છે. સુરત શહેરમાં પાંડેસરા
અને સચીન જીઆઇડીસીમાંથી રાત્રે ઝેરી કેમિકલનું પાણી નદીમાં ઠલવાઇ રહ્યુ છે.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભષ્ટ્રાચારનો અડ્ડો બની ગયો છે. અને ગુજરાત સરકાર આજે આ
પ્રવૃતિ રોકવામાં સરેઆમ નિષ્ફળ ગઇ છે. આ રજુઆત બાદ પ્રદુષણ રોકવા માટે વિવિધ
માંગણીઓ કરી હતી.

પરિવર્તન
ટ્રસ્ટે કરેલી માંગણી


હાઇકલ કંપનીના તમામ માલિકોના નામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેમની
ધરપકડ કરવામાં આવે.

સચીન ઔદ્યોગિક એસોસિએશનના હોદેદારોની બેદરકારી, સંડોવણી
બાબતે તપાસ કરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવે


સચીન, પલસાણા, કડોદરા,
પાંડેસરામાં કેમિકલ હેરફેર માટે સાંજે ૭ થી સવારે ૭ વાગ્યા સુધી
પ્રતિબંધ મુકવામાં આવે


સચીન જીઆઇડીસીમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ ફીટ કરવામાં આવે


કેમિકલના ટેન્કરની અવર જવર માટે ગેટ નિયંત્રીત અને નિશ્વિત કરવામાં
આવે


સચીન અને પાંડેસરા ઓદ્યોગિક વિસ્તારોમાંથી ટેન્કર અને પાણી પ્રદુષણ
રોકવા માટે સ્પષ્ટ જવાબદારી ઔદ્યોગિક એસો.ની નક્કી કરવામાં આવે


કોઇ પણ ફેકટરી કે કંપની ગેરકાયદે કેમિકલ છોડતા પકડાય તો એક વર્ષ
માટે બંધ કરીને કુલ ંસંપતિના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવે

<

p class=”12News”>-
ગેરકાયદે ધમધમતા ઔદ્યોગિક એકમો બંધ કરવા માટે રાજય સ્તરે એક અભિયાન
ચલાવવામાં આવે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s