નેગેટિવ રિપોર્ટ હોવા છતાં પોઝિટિવ હોવાના અનેકને ફોન આવ્યા


– તંત્રની બેદરકારીને કારણે લોકો ટેસ્ટ કરાવવા જતાં ગભરાઇ રહ્યા છે

– એક જ વ્યક્તિના બે અલગ અલગ રિપોર્ટ, નેગેટીવ હોવા છતાં ક્વોરેન્ટાઈન ની સજાથી લોકોની હાલત કફોડી

પ્રતિનિધિ દ્વારા સુરત મંગળવાર

સુરતમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે હવે કોરોના ના લક્ષણ હોવા છતાં પણ લોકો કે ટેસ્ટ કરાવવા જતાં ગભરાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાંથી આવતા લોકોના રિપોર્ટ અને એક્સેલ સીટ માં એક જ વ્યક્તિના બે અલગ અલગ રિપોર્ટ હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કોરોના ન થયો હોય તેવા લોકોને પણ ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા રાખવામાં આવતી આ બેદરકારીને કારણે કોરોના સંક્રમણ વધે તેવી શક્યતા છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો માં આવેલી જાગૃતિને કારણે લોકો કોઇ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ એક સાથે 20 હજારથી વધુ લોકો રોજ ના ટેસ્ટ કરાવવા જતા હોય સરકારી કર્મચારીઓ રિપોર્ટ તૈયાર કરવામાં ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. ટેસ્ટ કરાવ્યા બાદ આવેદન તૈયાર થતાં રિપોર્ટને એક્સલ શીટ માં વેઠ ઉતારવામાં આવી હોય તેવા સંખ્યાબંધ દાખલા બહાર આવી રહ્યા છે.

રાંદેર ઝોન બાદ કતારગામ ઝોનમાં પણ પાંચ તારીખે ટેસ્ટ કરાવ્યો હોય અને તેમની પાસે નેગેટિવ રિપોર્ટ હોય તેમ છતાં તેમના ઘરે ના બોર્ડ લગાવવા માટે પાલિકાના કર્મચારીઓ પહોંચી રહ્યા છે. પોતાનો કોરોના નો રિપોર્ટ નેગેટિવ હોવાના પુરાવા લોકો રજૂ કરે છે ત્યારે પાલિકા કર્મચારી સામે સિવિલ હોસ્પિટલમાંથી આવેલી યાદી રજૂ કરે છે જેના કારણે પાલિકા કર્મચારી અને લોકો વચ્ચે સીધો ઘર્ષણ થઇ રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી રિપોર્ટમાં થતી અદલા બદલીઓને કારણે જે લોકો પોઝીટીવ છે એ લોકો બિન્દાસ બહાર ફરીને સંક્રમણ ફેલાવી રહ્યા છે. જ્યારે જે લોકો ને કેટલું છે પરંતુ તેમની પાસે પોતાનો નેગેટીવ હોવાનો રિપોર્ટ નથી દેવા લોકોએ બિનજરૂરી ઘરમાં પુરાઈ રહેવું પડે છે અને હાઈ ડોઝ ની ટેબ્લેટ લેવી પડે છે.

આ છબરડા અંગે પાલિકા તંત્ર કહે છે સિવિલ હોસ્પિટલમાંથી જે સીટ આપવામાં આવે છે તે મુજબ કામગીરી કરવામાં આવે છે. સિવિલ તંત્ર દ્વારા એક્સલ સીટ બનાવવામાં કેટલી ભુલ થઈ છે તેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે.

જોકે આ સમસ્યાનો હલ શું છે તે પાલિકા ના અધિકારીઓ પણ જાણતા નથી. પાલિકા તંત્રને સિવિલની આ ગંભીર બેદરકારીને કારણે હવે કોરોના ના લક્ષણ હોય તો પણ લોકો ટેસ્ટ કરાવવા જતાં ગભરાઇ રહ્યા છે. આવી સ્થિતિને કારણે આગામી દિવસોમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધવા સાથે સંક્રમણ પણ વધે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s