કોર્ટોમાં કેસ કાર્યવાહી ઓનલાઇન કરવાના આદેશ છતા પક્ષકારોના ટોળા ઉમટયાસુરત

કોર્ટ સંકુલમાં ફાઇલીંગ સેન્ટરના બોક્ષમાં અરજદારોની અરજીઓ સ્વીકારીને તમામને ઘરે રવાના કરવા કસરત કરવી પડી

ગુજરાતની
કોર્ટોમાં કેસ કાર્યવાહી ઓનલાઇન ચલાવવાના હાઇકોર્ટના આદેશ છતાં સુરતમાં અગાઉથી
કોર્ટ કેસોની આજરોજની મુદતના સમન્સના પગલે પક્ષકારોની ભારે ભીડ કોર્ટ સંકુલની બહાર
જોવા મળી હતી.જો કે સુરત જિલ્લા વકીલ મંડળ તથા ડીસ્ટ્રીક્ટ કોર્ટના કર્મચારીઓ
દ્વારા ફાઈલીંગ સેન્ટરની બોક્ષમાં અરજીઓ સ્વીકારીને પક્ષકારોને સમજાવીને ઘરે
મોકલવાનું શરૃ કર્યું હતું. જ્યારે સુરત જિલ્લા ન્યાયાધીશે અગાઉના પરિપત્રમાં
સુધારો કરી વધારાની ગાઇડલાઇન જારી કરી છે.

સુરત જિલ્લા
ન્યાયાધીશ વિમલ કે.વ્યાસે આજે અગાઉના પરિપત્રમાં આંશિક સુધારો કરી વધારાની ગાઈડલાઈન
જારી કરી છે. ફીઝીકલ ફાઈલીંગ તથા રજીસ્ટ્રેશનની કામગીરી માટે કલેકશન  સેન્ટરનો સમય સવારે 11 થી 2 વાગ્યા સુધીનો રહેશે.
નવા દાખલ થતાં કેસોના કવર પર વકીલો-પક્ષકારોએ પોતાના મોબાઈલ નંબર
, ઈ-મેઈલ આઈડી તથા સરનામુ
અવશ્ય લખવું. સુરત જિલ્લાના તાલુકા મથકે કાર્યરત સીવીલ કોર્ટો ખાતે ફરજ બજાવતા મુખ્ય
ન્યાયિક અધિકારીએ હાઈકોર્ટની સુચના મુજબ કોર્ટના પ્રવેશદ્વાર પર ડેડીકેટેડ રૃમ કલેકશન
કાઉન્ટર શરૃ કરી અરજી સ્વીકારવાની વ્યવસ્થા ઉભી કરવી
.

અરજન્ટ
સુનાવણીના સંજોગોમાં જે કેસોની કાર્યવાહી ચાલુ હોય કે નવા દાખલ થતાં કેસમાં વકીલો
કે પક્ષકારોને તાકીદના હુકમો મેળવવા જરૃરી જણાય તો તેમણે તેના કારણો દર્શાવતી અલગ
અરજી કલેકશન સેન્ટર પર કરવાની રહેશે. જે સેન્ટ્રલ ફાઈલીંગ કાઉન્ટરના જવાબદાર
કર્મચારીઓ તાકીદે સંબંધિત ન્યાયિક અધિકારીઓને કેસ પેપર્સ રજુ કર્યા બાદ જજે
તાકીદની સુનાવણી પર મંજુરી કે નામંજુરીની મહોર મારશે. જે હુકમની જાણ સંબંધિત
વકીલને વિના વિલંબે કરવાની રહેશે. આવી તાકીદની અરજીની સુનાવણી મંજુર થયા બાદ
સુનાવણી માટે તારીખ
, સમય નક્કી કરી પક્ષકારવકીલોને કરીને ઝુમ વી.સી.લિન્ક મારફતે મોકલવાની
રહેશે.

વિડીયો
કોન્ફરન્સીંગમાં મુશ્કેલી હોય તો કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મદદ મેળવી
શકાશે

જેમને કનેકટીવીટી કે વીડીયો કોન્ફરન્સીંગ સંદર્ભે કોઈ
મુશ્કેલી જણાય તો કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા કાનુની સહાય કેન્દ્ર
પર હાજર થઈ આઈ.ટી વિભાગની મદદ લઈ શકશે. સુનાવણી બાદ હુકમ પણ સીઆઈએસ મોડયુલ પર
અપલોડ કરવાનો રહેશે.જ્ યારે સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં આરોપીના જામીન અરજીનો નિર્ણય
જામીન સ્વીકારવાની કાર્યવાહી જે કે તાલુકાના સંબંધિત પોલીસ મથકની હકુમત ધરાવતા
જજોએ જ કરવાની રહેશે.

 રેવન્યુ કોર્ટોમાં અરજન્ટ સિવાય અન્ય સુનાવણી
બંધ રાખવા વકીલ મંડળની માંગ

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,સોમવાર

ગુજરાત
હાઈકોર્ટના પરિપત્રના નિર્દેશ મુજબ કોરાના સંક્રમણના કેસો વધવાના પગલે જિલ્લા તથા
તાલુકા અદાલતોમાં ન્યાયિક કાર્યવાહી આજથી ફરી વર્ચ્યુઅલ મોડ પર કરવાનો પ્રારંભ થવા
પામ્યો છે.જેથી સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ રમેશ કોરાટ
,મંત્રી ચૈતન્ય પરમહંસ
તથા ઉપપ્રમુખ સંકેત દેસાઈએ સુરત જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રેવન્યુ કોર્ટ
સંદર્ભે રજુઆત કરી છે.જે મુજબ  તા.11થી
તા.31 જાન્યુઆરી સુધી પક્ષકારો વકીલોની ગેરહાજરીને દર ગુજર કરી અપીલ અરજીની
કાર્યવાહીમાં પક્ષકારાની હાજરીનો આગ્રહ ન રાખવા માંગ કરી છે.તદુપરાંત અપીલ અરજીઓની
એક તરફી નિકાલ ન કરવા તથા વકીલોને મુદત આપવા માંગ કરી છે.સુરત જિલ્લાની તમામ
રેવન્યુ કોર્ટોમાં અરજન્ટ સિવાયની સુનાવણી મુલત્વી રાખવા માંગ કરવામાં આવી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s