અઠવા ઝોનમાં 6 જગ્યા રેડ ઝોન અને 12 હાઈ રિસ્ક ઝોન જાહેર કરાયા


– ઉધના,વરાછા ઝોનનો એક વિસ્તાર હાઈ રિસ્ક ઝોન, આ વિસ્તારમાં અવર જવર ટાળવા અને કોરોના નિયમ પાલન કરવા લોકોને અપીલ

પ્રતિનિધિ દ્વારા સુરત સોમવાર

સુરત મહાનગર પાલિકા વિસ્તારના અઠવા ઝોનમાં કેસમાં સતત વધારો થતાં પાલિકાએ તકેદારીના ભાગરૂપે કેટલાક વિસ્તારને હાઈ રિસ્ક ઝોન અને કેટલાક વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યો છે. આ વિસ્તારમાં લોકોને અવરજવર ટાળવા માટે તથા કોરોના ના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે તેમાં અત્યાર સુધીમાં અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. અઠવા ઝોનમાં કોરોના અટકવાનું નામ ન લેતો હોવાથી પાલિકા તંત્રે તકેદારીના ભાગરૂપે છ જેટલા વિસ્તારને રેડ ઝોન જ્યારે ૧૩ વિસ્તારને હાઈ રિસ્ક તરીકે જાહેર કર્યા છે. આ ઉપરાંત ઉધના જોની કેટલીક સોસાયટીઓને પણ હાઈ રિસ્ક ઝોન તરીકે જાહેર કરી છે.

પાલિકાએ અથવા ઝોનમાં રેડ ઝોન જાહેર કર્યા છે તેમાં વી આઇ પી રોડ વેસુ, એસ ડી જૈન સ્કુલ પાસે, હેપ્પી રેસિડેન્સી રોડ, ઇ 3બ્લોક વેસુ, લીલા આરકેડ, સ્વીટ હોમ પાસે, સિટી લાઈટ ટાઉન અઠવા, ઉધના-મગદલ્લા રોડ ફ્લાયઓવર, ચંદ્રમણી સોસાયટી ન્યુ સીટી લાઈટ, અલથાણ, કેનાલ રોડ, જીવકોર નગર, જોગર્સ પાર્ક પાસે ઘોડદોડ રોડ, જોલી આરકેટ સામેનો વિસ્તારનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે કેનાલ રોડ વેસુ, વેસુ મેઇન રોડ, સ્વીટ હાઉસ કોમ્પલેક્ષ, સીટી લાઇટ ટાઉન, મહર્ષિ દવચી રોડ, અલથાણ, ભીમરાડ, વેસુ, ચોપાટી અઠવાલાઇન્સ, સુકુમ પ્લેટિનિયમ, રત્ન જ્યોતિ એપાર્ટમેન્ટ્સ સામે વેસુ, એટલાન્ટા શોપર્સ સામે, પૂજા અભિષેક રેસીડેન્સી રિલાયન્સ માર્કેટ ની બાજુમાં વેસુ, ડુમ્મસ, રુંઢ વિસ્તાર ઉપરાંત વરાસા ગામ અને નાના અંબિકા નગર તથા હરિનગર-2 અને કાશીનગરને હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારની જાહેરાત કરીને આ વિસ્તારમાં લોકોને બિનજરૂરી અવરજવર નહીં કરવા અપીલ કરવા સાથે કોવિડ અનુરૂપ બિહેવિયર નું ચુસ્તપણે પાલન કરવા માટે આદેશ આપ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s