સુરત જિલ્લામાં 15 થી 18 વર્ષનાની વેકિસનેશનની 88 ટકા કામગીરી

 

        સુરત

સુરત
જિલ્લાના નવ તાલુકામાં
15 થી 18 વયનાને કોરોના વિરોધી રસી મુકવાની ઝુંબેશ શરૃ
થયા બાદ એક જ અઠવાડિયામાં
58809 ને રસીનો પ્રથમ ડોઝ મુકવાની સાથે
88 ટકા કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેમાં કામરેજ તાલુકામાં તો
100 ટકા વેકિસન મુકાઇ ચૂકી છે.

કોરોનાના
વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા
15 થી ૧૮ વયનાને કોરોનાની વેકિસન મુકવાનું નક્કી કરાયા બાદ સુરત જિલ્લામાં
આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરીને સ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓ મળીને કુલ્લે ૬૭૧૬૪
ને રસી મુકવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. જેમાં સોમવારથી ૧૫૦ ટીમો બનાવીને
રસીકરણનો અભિયાન શરૃ કર્યુ હતુ. જેમાં પ્રથમ દિવસે જ ૩૧ ટકા કામગીરી થઇ
હતી.ત્યારબાદ સુરત જિલ્લામાં સતત કામગીરી થતા એક જ અઠવાડિયામાં ૬૭૧૬૪ ના ટાર્ગેટ
સામે ૫૮૮૦૯ કિશોરોને રસી મુકીને ૮૮ ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. આ કામગીરીમાં
કામરેજ તાલુકા ૧૦૦ ટકા સાથે મોખરે રહ્યો છે. જયારે ઉમરપાડા તાલુકામાં સૌથી ઓછી ૭૧
ટકા જ વેકિસન મુકાઇ છે. બાકીના તાલુકાઓ પૈકી ચોર્યાસીમાં ૯૦ ટકા
, પલસાણામાં ૯૫ ટકા, ઓલપાડમાં ૯૭ ટકા, બારડોલીમાં ૯૬ ટકા, મહુવામાં ૮૬ ટકા , માંગરોળમાં ૭૫ ટકા, માંડવીમાં ૭૩ ટકા વેકિસનેશનની
કામગીરી થઇ ચૂકી છે.

સુરત જિલ્લામાં
થયેલી વેકિસનની કામગીરી

તાલુકો વેકિસનની સંખ્યા

ચોર્યાસી      ૪૧૪૯

કામરેજ       ૮૦૦૮

પલસાણા     ૭૫૬૬

ઓલપાડ     ૭૮૮૩

બારડોલી     ૯૬૫૦

માંડવી ૬૪૫૯

માંગરોળ     ૭૧૫૧

ઉમરપાડા    ૩૨૨૫

મહુવા ૪૭૧૮

<

p class=”12News” style=”margin:0 5.65pt 0.0001pt;”>કુલ    ૫૮૮૦૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s