સુરતની એક અગાસી એવી જ્યાં રોજના 700થી વધુ કબુતર એક સાથે ચણ ચણે


– કૈલાસ નગરના એક જીવદયા પ્રેમી છેલ્લા 30 વર્ષથી કબુતરોને પ્રતિદિન ચણ પીરસે છે

– 300 ગ્રામ ચણથી કરેલી શરૃઆત આજે રોજના 70 કિલો ચણ સુધી પહોંચીઃ ઘઉની સાથે મગ અને મઠનું ચણ ચણવા કતુબતરો સુર્યોદની રાહ જોતાં હોય છે

પ્રતિનિધિ દ્વારા સુરત, સોમવાર

આગામી દિવસોમાં ઉતરાણયની ઉજવણી સાથે સુરતમાં અનેક જીવદયા પ્રેમીઓ પતંગની દોરીથી ઘાયલ થયેલા કબુતરોની સારવાર માટેની કામગીરી કરે છે. પરંતુ સુરતના કૈલાસનગર વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી એક જીવદયા પ્રેમી પ્રતિદિન કબુતરોને ચણ નાંખવા માટેની  નિસ્વાર્થ પ્રવૃત્તિ કરી રહ્યાં છે.  સુરતની આ અગાસી પર બે પાંચ નહીં પંરતુ 700થી વધુ કબુતર સુર્યોદય થાય અને ચણ પીરસાઈ તેની રાહ જોઈને બેઠા હોય છે. આ અગાસી પર રોજના 70કિલોથી વધુ અનાજ ચણ તરીકે નાંખવામા આવે છે અને ગણતરીની મીનીટોમાં ચણ પુરૃ થઈ જાય છે.

સુરતના કૈલાસનગર વિસ્તારામં ચિંતામણી એપાર્ટમેન્ટ આવ્યો છે તેમાં રહેતાં 59 વર્ષીય બીપીનભાઈ સંઘવી છેલ્લા ત્રીસ વર્ષથી તેમના એપાર્ટમેન્ટની અગાસી પર કબુતરોને ચણ નાંખે છે તેની મીજબાની કરવા માટે પાંચ પચ્ચીસ નહીં પરંતુ 700થી 800 કબુતર રોજ આવે છે. જીવદયા પ્રેમી બિપીનભાઈ કહે છે, અમારા મા બાપ અને જૈન ધર્મના ગુરૃ દ્વારા અમને જીવદયા માટે શિક્ષણ આપવામાં આવ્યું હતું તેના કારણે તેઓ આ  પ્રવૃત્તિ કરી રહ્યાં છે.

તેઓ કહે છે,  ત્રીસ વર્ષ પહેલાં અમારી બિલ્ડીંગની અગાસી પર ચણ નાંખવાની શરૃઆત કરી ત્યારે 300 ગ્રામ ચણ હતું. અમારી આ પ્રવૃત્તિ જોઈને અનેક લોકોએ અમને મદદ કરી અને કેટલાક દાનવીરો પણ અમને ચણ માટે સતત મદદ કરી રહ્યાં છે. હું રોજ સવારે ઉઠું છું અને ત્યાર બાદ પહેલાં કબુતરોને ચણ નાંખવાની કામગીરી  કરૃ છું ત્યાર બાદ નવકારસી કરૃ છું અને પછી નિત્યક્રમ કરૃ છું.

હું જ્યારે ચણ લ ઈને અગાસી પર પહોંચું છું ત્યારે કબુતરો રાહ જોઈને બેઠા હોય છે સુર્યોદય થાય છે અને પહેલી કિરણ સાથે ચણ નાંખવાની કામગીરી કરૃ છું અને સેંકડો કબુતરો તેને ચણવા માટે આવી જાય છે. હાલમાં કબુતરોની  સંખ્યામાં સતત વધારો થતો હોવાથી અમે રોજ 70થી 80 કિલો ચણ નાંખીએ છીએ. સવારે ચણ નાંખ્યાની માત્ર 40 મીનીટમાં જ આખી અગાસી પરથી તમામ ચણ કબુતરો ચણી જાય છે.

તેઓ કહે છે, અમારી આ  પ્રવૃત્તિ સફળ થઈ છે તેની પાછળ અમારા પરિવારના સભ્યો અને બિલ્ડીંગના સભ્યોનો સહયોગ ઘણો જ મોટો છે.  આ ઉપરાંત કેટલાક જીવદયા પ્રેમી દાનવીરો છે તે ઉત્તમ કક્ષાનું અનાજ ચણ તરીકે આપે છે. અમારે ત્યાં કબુતરો માટે ઘઉંની સાથે સાથે મગ અને મઠીયા પણ આપવામા આવે છે.   બિલ્ડીંગના રહીશોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ચણ નાંખ્યા બાદ  દિવસમા ંત્રણ વખત અગાસીનેી સફાઈ કરવાની કામગીરી કરવામાં આવે છે. તેઓ કહે છે, અમારો આ જીવ દયાનો નિત્ય ક્રમ તુટે નહીં તેની અમે કાળજી રાખીએ છીએ ક્યારેક અમારે અમારા તન થરાદ જવાનું હોય ત્યારે અમે બીજા કોઈ ચણ નાંખે તે માટેની ગોઠવણ કરીએ છીએ.

ઉતરાયણમાં લોકોને પક્ષીઓની અવર જવર વખતે પતંગ ન ચગાવવા માટે અપીલ

સુરતના કૈલાસનગરમાં રોજ 700થી વધુ પક્ષીઓને ચણ નાંખનારા બિપીનભાઈ કહે છે, હાલમાં ઉતરાયણ આવી રહીછે તેમાં લોકો પતંગ ચગાવે છે તેમાં કોઈ અમને વાંધો નથી પરંતુ સવાર અને સાંજ પક્ષીઓના માળા બહાર અને માળામાં આવાવનો સમય છે તે સમયે પતંગ ન ચગાવવા માટે અપીલ કરી છે.

તેઓ કહે છે, સવારે 6થી 9 વાગ્યા સુધી પક્ષીઓ માળામાંથી બહાર ચણવા માટે જાય છે જ્યારે સાંજે 4થી 7 વાગ્યા દરમિયાન પાછા ફરતાં હોય છે આ સમયે પતંગ ચગાવાવમા આવે તો પક્ષીઓને પતંગના દોરાથી હાની થાય છે. પતંગના દોરાથી દર વર્ષે સંખ્યાબંધ પક્ષીઓના મોત થાય છે તે દુઃખદ છે  હવે આ પક્ષીઓને બચાવવા માટેની કામગીરી તો અનેક લોકો કરે છે પરંતુ તેની સાથે સાથે હવે સવાર સાંજના સમય પર લોકો પતંગ ન ચગાવે તો અનેક પક્ષીઓને બચાવી શકાય તેમ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s