સિવિલ સ્ટેમસેલ બિલ્ડીંગમાં સમય પર એક્સ-રે રીપોર્ટિંગ નહીં થતાં હાલાકી

એકસ
રે પાડવા માટે  ટેકનિશીયનની 24 કલાક ડયુટી
છે પણ એકસ-રે ફિલ્મના રીપોર્ટિંગ માટે 
ડોકટર નથી મળતા

 સુરત :

સિટીમાં
કોરોના પ્રતિદિન ગંભીર સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. તેવા સમયે નવી સિવિલ સ્ટેમસેલ બિલ્ડીંગ
કોવિડ હોસ્પિટલમાં સમયસર એક્સરે ફિલ્મના રીપોર્ટિંગ  થતાં ન હોવાથી દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે.

<

p class=”12News”>સિવિલની
સ્ટેમસેલ બિલ્ડિંગમાં આજે સવારે કોરોના સંક્રમિત ૪૭ દર્દી સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કેસ વધતા સ્ટેમસેલ
બિલ્ડીંગમાં રોજના ઘણા દર્દીઓ એકસ-રે માટે આવી રહ્યા છે. દર્દીઓને તકલીફ નહી પડે તે
માટે એકસ-રે પાડવા માટે ટેકનિશીયનની ૨૪ કલાક ડયુટી ફાળવવામાં આવી છે. પણ એકસ-રે ફિલ્મના
રીપોર્ટિંગ માટે  ડોકટરની ડયુટી ફાળવવામાં ન
આવી હોવાનું સુત્રોએ કહ્યુ હતુ. જોકે એકસ-રે રીપોર્ટિંગ માટે ઓનકોલ ડોકટર છે. આવા સમયમાં
ત્યાં દર્દીના એકસ-રેનું રીપોર્ટિંગ સમયસર થતુ ન હોવાથી દર્દી સહિતના લોકો તકલીફ વેઠી
રહ્યા છે. જયારે  નવી સિવિલના અધિકારીએ કહ્યું
કે
, ત્રણ બિલ્ડીંગમાં
વર્ક લોડ વધુ હોવાથી સ્ટેમસેલ બિલ્ડીંગમાં એક્સ-રેના રીપોર્ટિંગ માટે ડોક્ટરો ઓનકોલ
રાખવામાં આવ્યા છે. આગામી મંગળવારથી ત્યાં ડોક્ટરની ડયુટી ફાળવવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s