હાઈકેલ કું.માંથી મહત્વના દસ્તાવેજો કબજે, ત્રણ ઉચ્ચ અધિકારીની પુછપરછ શરૂ

– તળોજા.મહાડ, બેંગ્લોર અને પાનોલીમાં એકમ ધરાવતી હાઇકેલ કંપનીએ સંગમ એન્વાયરોને વેસ્ટના નિકાલ માટે બિલ્ટી બનાવી આપી હતી

સુરત, : સચિન જીઆઈડીસીમાં કેમિકલ વેસ્ટથી 6 નિર્દોષના મોતની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓની પુછપરછ શરૂ કરી છે. આ દુર્ઘટનામાં વડોદરાની સંગમ કંપની કેમિકલ વેસ્ટ મુંબઈની હાઈકેલ કંપનીમાંથી લાવી હતી. હાઇકેલ કંપનીમાંથી મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે.

સચિનની વિશ્વા પ્રેમ મીલના 6 કારીગરોના મોત અને 29 ને ગંભીર અસર થવાના પ્રકરણમાં સાપરાધ મનુષ્યવધ અને એન્વાયરોમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સુરત ક્રાઇમ બ્રાંચે સચિન વિસ્તારના સ્થાનિક ટ્રાન્સપોર્ટર ઉપરાંત ભરૂચ અને વડોદરામાં દરોડા પાડી ચારની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ઝેરી કેમિકલ વેસ્ટ મુંબઇ તળોજાની ફાર્મા ક્ષેત્રની હાઇકેલ નામની કંપનીમાંથી વાયા અંકલેશ્વર થઇ સચિન જીઆઇડીસીમાં લાવવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે જીપીસીબીના અધિકારીઓને સાથે રાખી હાઈકેલ કંપનીમાં તપાસ કરી હતી.તેમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ કેમિકલ ટ્રેડીંગ કે હેન્ડલીંગ સહિતનો કોઇ પણ પ્રકારનો કારોબાર કરવાનું લાયસન્સ નહીં ધરાવતી સંગમ એન્વાયરોમેન્ટને કેમિકલ વેસ્ટ નિકાલ કરવા આપ્યું હતું.

સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓને પુછપરછ માટે સુરત તેડાવ્યા હતા અને મોડીસાંજે તેમની પુછપરછ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાનોલી, તળોજા.મ્હાડ અને બેંગ્લોરમાં એકમ ધરાવતી કંપનીએ સંગમ એન્વારોમેન્ટને કેમિકલ વેસ્ટના નિકાલ માટે બિલ્ટી પણ બનાવી આપી હતી. દરમિયાન, આ પ્રકરણમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીમાંથી મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે. તેના અભ્યાસ બાદ જવાબદારો સામે આગળ કાર્યવાહી હાથ ધરશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s