સચિન GIDCની દુર્ઘટનામાં ચાર આરોપીઓને 9 દિવસના રિમાન્ડસુરત

આરોપીઓને મુંબઇની હાઇકેલ કંપનીમાં લઇ જઇ તપાસ કરાશે ઃ સાપરાધ મનુષ્ય વધના ગુનામાં રિમાન્ડ મેળવવા બારથી વધુ ગ્રાઉન્ડ રજૂ કરાયા

સુરતની
સચીન જીઆઈડીસી રોડ પર ખાડીમાં કેમીકલ વેસ્ટ નિકાલ દરમિયાન ઝેરી અસરથી 6 કારીગરોના  મોત તથા 29 જણાના સ્વાસ્થ્ય પર થયેલી વિપરિત અસરના
પગલે સુરત ક્રાઈમબ્રાંચે સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા બદલ ચાર આરોપીઓની ધરપકડ કરી
આજે ઈન્ચાર્જ સીજીએમ કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જેથી ગુનાની ગંભીરતાને
લક્ષમાં લઈ ઈન્ચાર્જ કોર્ટે ચારેય આરોપીઓને તા.17 જાન્યુઆરી સુધી 9 દિવસના પોલીસ
રિમાન્ડ પર સોંપતો  હુકમ કર્યો હતો.

મુંબઈ-તળોજાની
ફાર્મા કંપની હાઈકેલ કંપનીમાંથી વડોદરાની સંગમ એનવાયરોમેન્ટ પ્રા.લિ. દ્વારા
સોડીયમ હાઈડ્રો સલ્ફાઈડનો જથ્થો અંકલેશ્વરથી સચીન જીઆઈડીસી લાવીને ખાડીમાં નિકાલ
કરતી વેળા ગેસ ગળતરથી 6 નિર્દોષ શ્રમિકોના મોત થયા હતા જ્યારે 23ને ગુંગળામણ થતા
હોસ્પિટલ ખાસેડાયા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા ટેન્કરના રજીસ્ટ્રેશન નંબરના આધારે
વડોદરાની શ્વેતા ટ્રાન્સપોર્ટ કંપનીના ધંધાર્થી આશિષકુમાર ગુપ્તા
, અંકલેશ્વરની યુનિટી
સ્મોલ ફાયનાન્સ બેંકના લોન વિભાગના કર્મચારી જયપ્રતાપ રામકિશોર તોમર
, ભરુચ- અંકલેશ્વરના ગેરેજ ચાલક વિશાલ ઉર્ફે છોટુ યાદવ તથા  સચીન શીવનગર ખાતે  મહેન્દ્ર રોડલાઈન્સના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો
કરતા પ્રેમસાગર ગુપ્તાની સંડોવણી બહાર આવતા તેમની સાપરાધ મનુષ્યવધના ગુનામાં ધરપકડ
કરી હતી.

ચારેય
આરોપી ૨૪ કલાક કસ્ટડીમાં પુછપરછ બાદ કોવિડ ટેસ્ટ કરાવી આજે કોર્ટમાં રજૂ કરી 14દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સુનાવણી દરમિયાન એપીપી શૈલેશ પાડલીયાએ રજૂઆત કરી હતી
કે
, આરોપીઓને
તપાસ માટે મુંબઇની હાઇકેલ કંપનીમાં લઇ જવાના છે. હાઈકેલ કંપનીમાં ગેરકાયદે કેમીકલ
કઈ કંપનીમાં સપ્લાય કરવા સંબંધિત બિલ્ટી અને મેનીફેસ્ટની તપાસ કરવાની છે. કંપની
પાસે કેમીકલ વેસ્ટના લાયસન્સ અંગેની તપાસ કરવાની છે.

આરોપીઓને
વડોદરા
,ભરુચ,અંકલેશ્વર તથા મુંબઈ ખાતે તપાસ માટે લઈ જઈ અન્ય આરોપીઓની સંડોવણીની તપાસ
કરવાની છે.  હાલના આરોપીઓના મોબાઈલના
સીડીઆર મેળવી તેમના સંપર્કો
,કેમીકલ વેસ્ટના નિકાલની કામગીરી
માટે મેળવેલા નાણાં અને આર્થિક લાભ અંગેની તપાસ કરવાની છે. અન્ય એક ટેન્કર ચાલક
બબલુ નામના શખ્શની પોલીસને તલાશ છે.

 રિમાન્ડ માટે રજૂ કરાયેલા ગ્રાઉન્ડ

(1)મહારાષ્ટ્ર મુંબઈની હાઈકેલ કેમીકલ કંપનીમાંથી વેસ્ટ કેમીકલ નિકાલ માટે
વડોદરાની સંગમ કંપનીમાં મોકલવામાં આવ્યું હોઈ આરોપીઓની મુંબઈ ખાતે હાઈકેલ કંપનીમાં
લઈ જઈ તપાસ કરવાની છે

(2)અંકલેશ્વરની ડીસેન્ટ હોટેલ પાસે એક ટેન્કરમાંથી વેસ્ટ કેમીકલ અન્ય
ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું 
હતુ.ડીસેન્ટ હોટેલના એક કર્મચારીએ આ માટે ઈલેકટ્રીક સપ્લાયની વ્યવસ્થા કરી
હોઈ આરોપીઓને અન્ય કોણે મદદગારી કરી છે તેની તપાસ કરવાની છે

(3)મુંબઈની હાઈકેલ કંપનીમાંથી વેસ્ટ કેમીકલ ગેરકાયદે કઈ કંપનીમાં મોકલવાનું
હતુ તે અંગેની બિલ્ટી તથા મેનીફેસ્ટ અંગેની તપાસ કરવાની છે.

(4)વેસ્ટ કેમીકલ સુરતથી અંકલેશ્વર લાવવા દરમિયાન રસ્તામાં કોઈ રોકે નહીં તે
માટે આરોપી આશિષ ગુપ્તાના માણસે ફેક 
બિલ્ટી બનાવી સહ આરોપી વિશાલ તથા જયપ્રકાશને આપી હતી તે અંગે તપાસ કરવાની
છે.

(5)ફેક બિલ્ટી ક્યાં કોણે અને કઈ રીતે બનાવી તેની તપાસ કરવાની છે

(6)આરોપી આશિષ ગુપ્તા પાસે પાંચ ટેન્કર છે,તેનીે સંગમ
એકવાસ કંપની ધરાવે છે ભારતમાં વેસ્ટ કેમીકલના કોન્ટ્રાક્ટ હોવાની વિગતો ખુલી છે
તેની તપાસ કરવાની છે.

(7)આરોપી આશિષ ગુપ્તા વડોદરા સહિત અન્ય સ્થળોઅ કેમીકલ વેસ્ટ નિકાલ માટે
ટ્રાન્સપોર્ટેશનનું કામ કરી ભરુચ
,અંકલેશ્વર વડોદરામાં કામકાજ
ધરાવતા હોઈ આરોપીઓને  સાથે રાખી તપાસ માટે
આ સ્થળો પર જવાનું છે.

(8)આરોપીઓના ગુનાઈત ઈતિહાસ તપાસવાનો છે.આ સિવાય આ પ્રકારના કોઈ અન્ય
ગુનામાં સંડોવાયા છે કે કેમ તેની તપાસ કરવાની છે.

(9)આરોપીઓના મોબાઈલ કબજે કરી તેમના સંપર્કો સીડીઆર મેળવીને સઘન તપાસ કરવાની
છે.

(10)આરોપીઓએ ગુનાઈત કૃત્ય દરમિયાન ગુનામાં વાપરેલા અન્ય વાહનો કબજે કરવાના
છે.

(11) હાઈકેલ કંપની દ્વારા કેમીકલ વેસ્ટના નિકાલ માટે આરોપીઓને કેટલા નાણાં
ચુકવવામાં આવ્યા હતા દરેક આરોપીઓનો ભાગે કેટલો હિસ્સો આપવાનો હતો
,હાલના આરોપીઓ સિવાય આ ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી તપાસવાની છે.

(12)આ કેસમાં બબલુ ડ્રાઈવર નામના આરોપીની ભૂમિકા તપાસવાની છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s