ગભેણીમાં પાળા પરથી ટ્રેકટર પલટી ઝીંગા તળાવમાં પડતા યુવાનનું મોત

– રોજી
માટે થોડા દિવસ પહેલા આવ્યો હતો અને ઝીંગા તળાવ 
પાસે રસોઇ બનાવવાનું કામ કરતો હતો

 સુરત :

સચિન
ગભેણી ખાતે શુક્રવારે રાત્રે  ટ્રેકટર પલ્ટી
થવાથી  ટ્રેકટર સાથે  યુવાન નજીકમાં આવેલા ઝીંગા તળાવ પાસે ખાબક્તા ગંભીર
ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું.

 નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનના ગભેણીગામ
ખાતે  ધર્મેશભાઈના ઝીંગા તળાવ પાસે રહેતો
૨૫ વર્ષીય શિવકરણ દેદારમ મેઘવાલ શુક્રવારે રાત્રે ઘર નજીકમાં આવેલ ઝીંગા તળાવના
પાળા પાસે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રેકટર પલ્ટી થઇને પાળા નીચે
તળાવ પાસે ખાબર્ક્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં
ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. શિવકરણના  ક્રિષ્ણારામે જણાવ્યું હતું કે તે મુળ
રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હતો. રોજી રોટી માટે  બંને ભાઈઓ થોડા દિવસ પહેલા સુરત આવ્યો હતો. અને
ગભેણીમાં આવેલ ધર્મેશભાઈના ઝીંગા તળાવ પાસે રહેતા હતા. તેને સંતાનમાં એક પુત્રી
છે. તે જમવાનું બનાવવાના કામ સાથે સંકળાયેલો હતો. આ અંગ સચીન જી.આઇ.ડી.સી પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s