ટર્શરી ટ્રીટેડ વોટર મળતાં બેફામ દોડતા પાણીના ખાનગી ટેન્કરોનો ધંધો ઓછો થયો

-ઉદ્યોગને
35 એમએલડી
(મિલિયન લિટર પર ડે) ટર્શરી ટ્રીટેડ વાટર મળી રહ્યું હોવાથી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને
રાહત

સુરત

પાણીનો
વપરાશ કરતાં ડાઇગ-પ્રોસેસિંગ એકમોને ટર્શરી ટ્રીટેડ વોટર સુરત મહાનગરપાલિકા તરફથી
મળવાનું શરૃ થયાં પછી
,
પાણીને લઈને મોટી સમસ્યાનો કાયમી અંત આવી ગયો છે. સચિન વસાહતમાંના 60 જેટલા એકમોને ૩૫ એમએલડી પાણી ઉપલબ્ધ થયું છે.

પાણીની
સમસ્યાથી ઉદ્યોગકારો સૌથી વધુ ત્રસ્ત હતાં અને કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી
પ્રોજેક્ટ હેઠળ ઉદ્યોગોની પાણીની જરૃરિયાતને પૂરી કરવા માટે રજૂ કરાયેલી રુ.
100 કરોડની યોજનામાં
સુરત મહાનગરપાલિકા અને ઈન્ડસ્ટ્રીઝે પોતાનો ફાળો આપ્યો છે.

હાલમાં
ઉદ્યોગોને પાણીની લગતી કોઈ સમસ્યા નથી. સુરત મહાનગરપાલિકા તરફથી ઉદ્યોગને ૩૫
એમએલડી ( મિલિયન લિટર પર ડે ) ટર્શરી ટ્રીટેડ વાટર આપવામાં આવી રહ્યું છે.જોકે
, પાઈપલાઈનની ક્ષમતા 45 એમએલડીની છે. ઇન્ડસ્ટ્રીઝ વપરાશ માટે પાણી લેતું થયું હોવાને કારણે સુરત
મહાનગરપાલિકાને એક આવક પણ મળી છે.

<

p class=”12News0″>સચિનના
ઉદ્યોગકારોને ઔધોગિક વપરાશના પાણી માટે નહેર ખાતા પર આધાર રાખવો પડતો હતો. નહેર વિભાગ
સચિનના તળાવમાં પાણી આવે તે પછી ઉદ્યોગો તેનો ઉપયોગ કરતાં હતાં. નહેરની જાળવણીના કામે
ક્યારેક પાણી ઉપલબ્ધ થતું નહોતું અને તેને કારણે ઉદ્યોગકારોને ખાનગી ટેન્કરો ઉપર આધાર
રાખવો પડતો હતો. ખાનગી ટેન્કરોના રોજેરોજના આંટાફેરાને કારણે અકસ્માતના તથા રોડ-રસ્તા
તૂટવાના કિસ્સાઓ પણ બનતાં રહેતાં હતાં. આ બધું છેલ્લાં એક વર્ષથી બંધ થઈ ગયું છે
, એમ સચીનના એક ઉદ્યોગપતિએ
કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s