ઇન્સ્ટાગ્રામ પર 10 હજાર ફોલોઅર્સ થતા કરફ્યુમાં કારના બોનેટ પર કેક કાપી


– કારની નંબરપ્લેટ કાઢી ડ્રાઈવર સીટ નીચે છુપાવી

– લીંબાયત મારુતિનગરમાં ઉજવણી જોવા ટોળું એકત્ર થઈ ગયું : પોલીસ પહોંચતા પાંચ મિત્રો ભાગી ગયા, ચાર પકડાયા

સુરત, : ઇન્સ્ટાગ્રામમાં 10 હજાર ફોલોઅર્સ થતા લીંબાયત મારુતિનગરમાં કરફ્યુ ભંગ કરી કારના બોનેટ પર કેક મૂકી ઉજવણી કરતા લીંબાયત ખાનપુરાના યુવાન અને તેના ત્રણ મિત્રોને લીંબાયત પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. તેઓ ઉજવણી કરતા હોય તેમને જોવા ટોળું એકત્ર થયું હતું અને તેની જાણ કોઈકે પોલીસને કરતા પોલીસ પહોંચી ત્યારે યુવાનના પાંચ મિત્રો ટોળાં સાથે ભાગી છૂટ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબાયત પોલીસને ગતરાત્રે 10 વાગ્યે કરફ્યુ શરૂ થયો તે સમયે જ બાતમી મળી હતી કે લીંબાયત મારુતિનગર માર્કંડેશ્વર મંદિર પાસે 8 થી 9 યુવાનો સફેદ કલરની ક્રેટા કારના બોનેટ પર કેક રાખી સફેદ સ્પ્રે ઉડાવે છે. તેમને જોવા ઘણા લોકો ભેગા પણ થયા છે. આથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસને જોઈ ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે તેમાંથી સલમાન સલીમ શેખ ( ઉ.વ.26, રહે.પ્લોટ નં .4, ગલી નં.3, ખાનપુરા, લીંબાયત, સુરત ), કાદરખાન અકબર પઠાણ ( ઉ.વ.28, રહે.ઘર નં.153, ગલી નં.8, રમાબાઈ ચોક, મીઠીખાડી, લીંબાયત, સુરત ), કાદીર જમીલ શેખ ( ઉ.વ.28, રહે.પ્લોટ નં.313, બેઠી કોલોની, નુરી મસ્જીદ, મીઠીખાડી, લીંબાયત, સુરત ) અને સુલેમાન નયુમુદ્દીન અન્સારી ( ઉ.વ.22, રહે.પ્લોટ નં.149, મિલનનગર, રઘુકુળ માર્કેટ પાસે, સલાબતપુરા, સુરત ) ને ઝડપી લીધા હતા.

તેઓ માસ્ક વિના જે કારના બોનેટ પર કેક મૂકી ઉજવણી કરતા હતા તેની આગળ પાછળ નંબર પ્લેટ ન હોય પોલીસે કારની અંદર તપાસ કરતા બે નંબર પ્લેટ ( નં.જીજે-05-આરબી-0027 ) ડ્રાઈવર સીટની નીચે છુપાવેલી મળી હતી. પોલીસે ઝડપાયેલાઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સલમાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 10 હજાર ફોલોઅર્સ થતા તેઓ ભેગા મળી સલામનની કારના બોનેટ પર કેક મૂકી તેની ઉજવણી કરતા હતા. તેમની સાથે અન્ય પાંચ મિત્રો પણ હતા. પરંતુ પોલીસ આવતા તેઓ ટોળા સાથે ભાગી છૂટ્યા હતા. લીંબાયત પોલીસે આ અંગે કરફ્યુ ભંગ, કોરોના ગાઈડલાઈનના ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s