સિંગણપોર પોલીસની હદમાં ડભોલી ગામ હળપતિવાસની ખુલ્લી જગ્યામાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો


– પોલીસને જોઈ જુગારીઓ ભાગી છૂટતા માત્ર ચાર જુગારી ઝડપાયા, આંકડાનો જુગાર લખતા સાત રાઇટર સહિત કુલ 12 ઝડપાયા, સંચાલક ફરાર

– રોકડા રૂ.16,900, 7 મોબાઈલ ફોન, બાઈક-રીક્ષા મળી કુલ રૂ.99,400 નો મુદ્દામાલ કબજે

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, શુક્રવાર

સુરતના વધુ એક વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો માર્યો છે. સિંગણપોર પોલીસ મથકની હદમાં ડભોલી ગામ હળપતિવાસની ખુલ્લી જગ્યામાં એક મહિનાથી ધમધમતા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગુરુવારે સાંજે છાપો મારી ચાર જુગારી, આંકડાનો જુગાર લખતા સાત રાઇટર, રાઇટર પાસેથી પૈસા ઉઘરાવતા આધેડ સહિત કુલ 12 ને ઝડપી પાડી રોકડા રૂ.16,900, 7 મોબાઈલ ફોન, બાઈક-રીક્ષા મળી કુલ રૂ.99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે સંચાલક, હિસાબ રાખનાર અને રીક્ષા લઇ જુગાર રમવા આવેલો ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતસાંજે ડભોલી ગામ હળપતિવાસની ખુલ્લી જગ્યામાં ધમધમતા વરલી મટકાના જુગારધામમાં છાપો માર્યો હતો. પોલીસને જોઈ ત્યાં વરલી મટકાનો જુગાર રમનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ચાર જુગારી ઐયુબ તૈયબભાઇ મેમણ, ગજાનંદ શ્યામરાવ ઇરશીદ, આકાશભરતભાઇ ભોજને, તુષાર કાંતીભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં વરલી મટકાનો આંક લખવા રાઇટર તરીકે નોકરી કરતા દિલીપ ચિંતામન ઠાકરે, ઐયુબભાઈ દાઉદભાઇ પટેલ, અનિલભાઇ ઇશ્વરભાઇ પટેલ, અનિલસંતોષભાઇ મરાઠે, દિપકભાઇ નારાયણભાઇ પોલેકર, પ્રવિણચંન્દ્ર છોટાલાલ રાણા અને હિતેશ વિનોદભાઇ નીકમ તેમજ રાઈટરો પાસેથી પૈસા ઉઘરાવતા દિલીપભાઇ પન્નાલાલ દાણેજને પણ ઝડપી લીધા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપાયેલાઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જુગારધામ કિશોર મરાઠી ( રહે. સરદારનગર, ડભોલીબ ગામ, સુરત ) એ એક મહિના અગાઉ શરૂ કર્યું હતું. ઝડપાયેલા દિલીપભાઈ દાણેજ જે પૈસા ઉઘરાવતા તે ગોલીયાકાકા ( રહે. હળપતી વાસ, ડભોલી ગામ, સુરત ) ને આપતા હતા. ગોલીયાકાકા વલણ ચૂકવવાનુંકામ કરી બાકીના પૈસા સંચાલક કિશોર મરાઠીને આપતા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી રોકડા રૂ.16,900, રૂ.12.500 ની મત્તાના 7 મોબાઈલ ફોન, એક બાઈક, એક રીક્ષા, 10 લખેલી ડાયરી, 6 કોરી ડાયરી વિગેરે મળી કુલ રૂ.99,400 નો મુદ્દામાલ કબજે કરી સંચાલક કિશોર મરાઠી, હિસાબ રાખનાર ગોલીયાકાકા અને રીક્ષા લઇ જુગાર રમવા આવેલા અને સ્થળ પરથી ભાગેલા અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત સોમવારે સાંજે જ સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં માત્ર આઠ દિવસ અગાઉ જ શરૂ થયેલા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છાપો મારી ત્રણ જુગારી, આંકડાનો જુગાર લખતા ચાર રાઇટર, જુગારધામનો પટાવાળો સહિત કુલ 8 ને ઝડપી પાડી રોકડા રૂ.21,120 અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.55,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે સંચાલક ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s