લોભામણી સ્કીમમાં 33.60 લાખની ઠગાઈમાં આગોતરા જામીન રદ



સુરત

જીપીઆઇડી એક્ટના વિશિષ્ટ કાયદામાં આગોતરા જામીનની જોગવાઇ ન હોવાથી ગુણદોષમાં ઉતર્યા વીના અરજી ખાસ અદાલતે નકારી


વલસાડ
ખાતે એસએમપીએલ રીયાલીટીઝ કંપનીની લોભામણી સ્કીમમાં રોકાણના નામે રૃ.33.60 લાખની
ગુનાઈત ઠગાઈ કરી જીપીઆઈડી એક્ટનો ભંગ કરનાર આરોપીની આગોતરા જામીનની માંગને આજે
મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે નકારી કાઢી હતી.

વલસાડ
સીટી પોલીસે વલસાડમાં એસ.એમ.પી.એલ.રિયાલીટીઝ કંપનીના આરોપી સંચાલકો વિરુધ્ધ
રોકાણકારોને ગેરેન્ટેડ રીટર્ન પ્લાનમાં રોકાણ કરવા લોકોને લોભામણી સ્કીમ જેમ કે
પૈસા નહીં આપે તો પ્લોટ આપવા લાલચાવી ફરિયાદી તથા સાક્ષીઓ પાસેથી કુલ રૃ.33.60 લાખની ઠગાઈ વિશ્વાસઘાતનો કારસો રચી જીપીઆઈડી એક્ટના ભંગનો ગુનો નોંધાયો હતો.આ
કેસમાં વલસાડ પોલીસની ધરપકડથી બચવા આરોપી ચેતન મંગુભાઈ પટેલ(રે.વારી ફળીયા
,વાઘલધરા,તા.જિ.વલસાડ)એ આગોતરા જામીન માંગ્યા હતા.જેમાં જણાવ્યા મુજબ આ કેસના સહ
આરોપી વિનોદ રમણ પ્રજાપતિને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા હોઈ હાલના આરોપીએ
સમન્યાયના સિધ્ધાંત હેઠળ આગોતરા જામીનની માંગ કરી હતી.

<

p class=”12News”>જેના
વિરોધમાં એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે જીપીઆઈડી એક્ટમાં આગોતરા જામીનની
જોગવાઈ જ નથી.જેથી હાલની આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવા રજુઆત કરી હતી.જેને
કોર્ટે માન્ય રાખી આરોપીની આગોતરા જામીન મંજર કરવાની કોર્ટને સત્તા ન હોવાનો
નિર્દેશ આપી કાયદાકીય જોગવાઈના કારણે આરોપીની અરજી ચાલવાપાત્ર ન હોઈ ગુણદોષમાં

ઉતર્યા વિના નામંજુર કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s