ઝેરી કેમિકલ ટ્રીટ કરવાનો ખર્ચ વધુ થતો હોવાથી ટોળકી મારફત નિકાલ કરાવાય છે

-જોખમી કેમિકલ ટ્રીટ કરવાનો લિટર દીઠ ખર્ચ રૃા.150-200 જેટલો થાય છે  પકડાયેલા ટેન્કરમાં 20
હજાર લિટર જથ્થો હોવાનુ અનુમાન

સુરત

ઇન્ડસ્ટ્રીઝમાંથી
નીકળતા ઝેરી કેમિકલના બારોબાર નિકાલની આ પ્રકારની પ્રવૃત્તિ સામાન્ય થઈ ગઈ છે. મોટી
ઘટના બને ત્યારે જ બધુ પ્રકાશમાં આવે છે. જોકે હેવી કેમિકલ્સ ટ્રીટ કરવાનો ખર્ચ ખૂબ
જ મોટો થતો હોવાથી
,
આ રીતે નિકાલ થાય છે, એમ જાણકારોએ કહ્યું હતું.

સચિન જીઆઇડીસીની
ઘટનામાં હોબાળો
6 નિર્દોષ કામદારોના મૃત્યુને કારણે થયો છે. કોઈના મૃત્યુ નહીં થયા હોત તો,
કશું બહાર જ આવી શકતે નહીં. ઇન્ડસ્ટ્રીઝના કચરા કે કેમિકલનો નિકાલ કરવાની
પ્રવૃત્તિ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે છે
, જેમાં ટોળકીઓ કામ કરે
છે
, એમ સચીનના સૂત્રોએ કહ્યું હતું.

સચિનમાં
કેમિકલ ઠાલવવા માટે આવેલું ટેન્કર
20 હજાર લિટરનું હોવાનું અનુમાન છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કેમિકલના ટ્રીટ કરવાનો
ખર્ચ કેમિકલ કયા પ્રકારનું છે
, તેની ઉપર આધાર રાખે છે. ખૂબ જ
ઘાતક હોય એવા કેમિકલના એક લીટરનો ટ્રીટમેન્ટ ખર્ચ રુ.
150-200 જેટલો આવતો હોય છે. લાખો રૃપિયાનો ખર્ચો ટ્રીટમેન્ટ પાછળ થતો, હોવાથી બે નંબરમાં આ રીતે નિકાલ સસ્તો પડે છે.

ઝેરી
કેમિકલના નિકાલ માટે ઉદ્યોગમાં ટોળકી સક્રિય છે. ઉદ્યોગકારો પાસેથી આ કામ રુ.
1 લાખથી લઈને 15 લાખ સુધી ચાર્જ કરીને આપવામાં આવે છે. આવા ટેન્કર પકડાય ત્યારે જ બધુ
બહાર આવે છે.
10 મહિના પહેલાં પણ સચિન નજીકના વિસ્તારમાંથી
આવું જ એક ટેન્કર પકડાયું હતું
, એમ સૂત્રોએ કહ્યું હતું.

<

p class=”12News0″> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s