કોવિડ ટેસ્ટ માટે રૃા.1.58 કરોડના ખર્ચે 20 લાખ રેપિડ ટેસ્ટ કીટ ખરીદાશે


બીજી તરફ અડાજણમાં તા.5 થી તા.20 ફેબુ્રઆરી
દરમિયાન ગુજરાત સરકારના હસ્તકલા-હાથશાળ મેળા માટે પ્લોટ ફાળવવા મંજુરી

        સુરત,

સુરતમાં વધી રહેલાં
કોરોના  ઉપરાંત ઓમિક્રોન સંક્રમણને પગલે મ્યુનિ.
તંત્ર દોડતું થયું છે. ટેસ્ટ વધારવા ભાર મુકવા સાથે ે કોવિડ ટેસ્ટ માટે 20 લાખ ટેસ્ટીંગ
કીટ ખરીદવા માટેનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ દરમિયાન પાલિકાના અધિકારીઓને
એક અને બે લાખની મર્યાદામાં ખર્ચ કરવા માટેની સત્તા પણ પાછી આપવાની ફરજ શાસકોને પડી
છે.

સ્થાયી સમિતિની બેઠક
બાદ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તે
જોતાં વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડિયમ (વીટીએમ)ના એક કીટના રૃા.7.90 લેખે 10લાખ ટેસ્ટીંગ
કીટ ખરીદવા માટેનો નિર્ણય કરવામા આવ્યો છે. આ ઉપરાંત 10 લાખ રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ
પણ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

એક તરફ હાલમાં સંક્રમણ
વધી રહ્યું છે અને લોકોના કાર્યક્રમ અને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
છે અને બીજી તરફ સ્થાયી સમિતિની બેઠકમાં ગુજરાત સરકારના હસ્તકલા અને હાથસાળ કલા ક્ષેત્રે
કામ કરતાં કારીગરોને પ્લેટર્ફોમ પુરૃ પાડવા મટો જ્યોતિન્દ્ર ગાર્ડન બાજુના પ્લોટમાં
૫ ફેબુ્રઆરીથી 20 ફેબુ્રઆરી દરમિયાન પાર્ટી પ્લોટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
14 જાન્યુઆરીના રોજ સુરતમાં કતારગામ કાંસાનગર સ્પોર્ટસ સંકુલ એક સમાજની ક્રિકેટ ટુનાર્મેન્ટ
માટે ભાડામાંથી મુક્તિ આપવાની દરખાસ્ત પણ મંજુર કરવામા ંઆવી છે.

અધિકારીઓને ખર્ચની સત્તા
પર કાપ મુકનારા શાસકો ઝુકયા, હવે રૃા.1-2 લાખની મર્યાદામાં ખર્ચ કરવાની મંજુરી

<

p class=”12News” style=”text-align:justify;”>ભાજપ શાસકોએ મોટા
ઉપાડે મ્યુનિ.ના અધિકારીઓ પાસેથી આકસ્મીક ખર્ચ કરવાની સત્તા પાછી ખેંચી લીધી હતી. આ
સત્તા પાછી ખેંચતા નાના કામો પણ ઝોન કક્ષાએથી ન થતાં અનેક કામો અટકી પડયાં હતા. જોકે,
હાલ કોવિડની સ્થિતિમાં કામગીરી ઝડપી થાય તેના માટે અધિકારીઓને ખર્ચ કરવા માટેની સત્તા
ભાજપ શાસકોએ પરત આપવી પડી છે. સ્થાયી સમિતિમાં આજે આસી. કમિશ્નર, ટાઉન પ્લાનર, શહેરી
વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓને એક લાખની મર્યાદામાં ખર્ચ કરવો તથા
ડે. કમિશ્નર, સીટી ઈજનેર, એડી. સીટી ઈજનેર જેવા અધિકારીઓને બે લાખની મર્યાદામાં ખર્ચ
કરવા માટેની સત્તા આપવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s