વિવિંગ ઉદ્યોગમાં ચાર વર્ષમાં આધુનિક મશીનોમાં 4500 કરોડથી વધુંનું રોકાણ


-વિવિંગ
ઉદ્યોગમાં આધુનિકતા તરફનો ઝુકાવ વધી રહ્યો છેઃ આધુનિક મશીનોની સંખ્યા
1 લાખથી વધુ થઈ

         સુરત

કોરોના
કાળની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ વિવિગ ઉદ્યોગોમાં સતત નવું રોકાણ થઈ રહ્યું છે.
છેલ્લાં ચાર વર્ષ દરમિયાન જ રુ.
4500 કરોડથી વધુનું રોકાણ આધુનિક મશીનરીમાં થયું છે. આને કારણે ઉદ્યોગમાં બેથી
અઢી લાખ જેટલી નવી રોજગારીની તકો ઊભી થઈ છે.

ટેકનોલોજી
અપગ્રેડેશન ફંડ સ્કીમ (ટફ)નો લાભ મેળવવામાં અલગ અલગ પ્રકારની તકલીફો વચ્ચે પણ
ઉદ્યોગકારોનો રોકાણનો ઝોક આધુનિક મશીનરી તરફ વધ્યો છે
, એ પણ એક હકીકત છે.
પાવરલૂમ મશીનોની સાથે શટલલેસ રેપિયર
, વોટર જેટ અને એરજેટ એવા
મશીનો ક્રમશઃ વધી રહ્યાં છે. આધુનિક મશીનો માટેની ઉદ્યોગકારોમાં જાગૃતિ આવી હોવાને
કારણે
2017થી 2021 દરમિયાન ઓટોમેટિક
લૂમ્સમાં રુ
4000 કરોડ અને શટલલસ રુ. 500 કરોડનું નવું રોકાણ થયું છે. મોટી સંખ્યામાં આધુનિક મશીનો ઇન્સ્ટોલ થયા
હોવાને કારણે ગ્રેના ઉત્પાદનમાં પણ જબરજસ્ત વધારો થયો છે એમ ચેમ્બર ઓફ કોમર્સના
પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું.

છેલ્લાં
ચાર વર્ષ દરમિયાન દોઢ વર્ષ કોરોના કારણે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ સહન કરવાનું આવ્યું. તેમ
છતાં ઉદ્યોગકારોએ અપગ્રેડેશન તરફની આગેકૂચ જાળવી રાખી. જોકે આને કારણે જ આધુનિક મશીનોની
સંખ્યા
1 લાખ
મળી વિવિંગ ઉદ્યોગમાં મશીનોની સંખ્યા
7.5 લાખ આસપાસ પહોંચી ગઈ
છે. સુરત શહેરમાં સાદા અને શટલલેસ આધુનિક મશીનની સંખ્યા સતત વધી રહી છે
, એમ વિવર સંજય દેસાઈએ જણાવ્યું હતું. સુરત બહારના હોજીવાલા સચીન, કીમ-કોસંબા, સાયણ, પીપોદરા,
જોલવા અને માંગરોળ જેવા વિસ્તારમાં ઓટોમેટીક લુમ્સ મશીનોની સંખ્યા ખૂબ
જ વધી ગઈ છે.

આધુનિક
મશીનોમાં રોકાણ વધ્યું હોવાને કારણે વિજળીની ડિમાન્ડ પણ ઊભી થઈ

વિવિંગ
ઉદ્યોગમાં આધુનિક મશીનોની સંખ્યા છેલ્લાં આઠ મહિનામાં ખૂબ જ વધી હોવાને કારણે
વિજળીની માંગ પણ જબરજસ્ત ઊભી થઈ છે. સચીન જીઆઇડીસીમાં રેપીયર મશીનની સંખ્યા સૌથી
વધુ છે અને રોજેરોજ
20 નવાં મશીન આવી રહ્યાં છે. વિજળીની જરૃરિયાતને પૂરી કરવા, તાજેતરમાં જ ઉર્જા મંત્રીને મળીને સબ-સ્ટેશનની કામગીરી ઝડપથી પૂરી કરવા
રજૂઆત કરવામાં આવી છે
, એમ મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું.

ગ્રેની ક્વોલિટી સારી અને ઉત્પાદન
ત્રણથી ચાર ગણું મળે છે

વોટરજેટ, એરજેટ,
રેપીયર જેમાં આધુનિક મશીનોમાં રોકાણ વધવા પાછળનું કારણ એ છે કે
ગ્રેની ક્વોલિટી ખૂબ જ સારી હોવા ઉપરાંત ડિફેક્ટલેસ હોય છે અને ઉત્પાદન પણ સાદા
લૂમ્સ કરતાં
3થી 4 ગણું વધુ મળે છે.
જુદાજુદા મશીનોની કિમત
4-5 લાખથી માંડીને 40-50 લાખ અને 1 કરોડ સુધીની હોવાને કારણે ખૂબ જ જંગી
રોકાણ થાય છે.

<

p class=”MsoNormal” style=”margin-bottom:0;margin-bottom:0.0001pt;text-align:justify;line-height:normal;”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s