ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો

– પોલીસને જોઈ જુગારીઓ ભાગી છૂટતા માત્ર ત્રણ જુગારી ઝડપાયા

– આંકડા લખતા ચાર રાઇટર સહિત આઠ પકડાયા

સુરત, : સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં માત્ર આઠ દિવસ અગાઉ જ શરૂ થયેલા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સોમવારે સાંજે છાપો મારી આઠ ને ઝડપી લીધા હતા. સંચાલક ફરાર થઈ ગયો હતો.

મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતસાંજે મુગલીસરા રોડ મરજાંસામી મસ્જીદ સામે ખજુરાવાડી ઝૂંપડપટ્ટીની ખાલી જગ્યામાં ધમધમતા વરલી મટકાના જુગારધામમાં છાપો માર્યો હતો. પોલીસને જોઈ ત્યાં વરલી મટકાનો જુગાર રમનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ત્રણ જુગારી મો.શબ્બીર ગુલામ રસુલ શેખ, સમીરખાન રહેમાનખાન પઠાણ અને અભી સંજયસીંગને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં વરલી મટકાનો આંક લખવા રાઇટર તરીકે નોકરી કરતા મો.ઝહીર મો.સલીમ નાલબંધ, અનવરુદ્દીન ગુરુમિયાં શેખ, અર્જુનભાઈ વસંતભાઈ ટેલર અને ખુરશીદ શબ્બીર જરદોશ તેમજ ત્યાં જુગાર રમવા આવતા જુગારીઓને ચા-પાણીની સગવડ પુરી પાડતા પટાવાળા મો.ફઈમ શબ્બીર અન્સારીને પણ ઝડપી લીધા હતા. ઝડપાયેલાઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જુગારધામ ખજુરાવાડી ઝૂંપડપટ્ટીમાં રહેતા દાનીશ અન્સારીએ આઠ દિવસ અગાઉ જ શરૂ કર્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી રોકડા રૂ.21,120, રૂ.33 હજારની મત્તાના 9 મોબાઈલ ફોન, ખુરશી, ટેબલ, પાણીનો જગ, ડોલ વિગેરે મળી કુલ રૂ.55,380 નો મુદ્દામાલ કબજે કરી સંચાલક દાનીશ અન્સારીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s