કબજે કરેલા વાહન લોનના હપ્તા ભર્યેથી ગ્રાહકને પરત કરવા બેંકને હુકમ


સુરત

લોકડાઉનમાં ધંધો અને આવક ગુમાવતા ગ્રાહક માથે લોનના હપ્તા ચડી જતાં બેંકે વાહન બળજબરીથી ઉંચકી લેતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઇ હતી

આજથી
ત્રણેક વર્ષ પહેલાં કોટક મહેન્દ્ર બેંક પાસેથી ફાયનાન્સ પર લીધેલા વાહનના હપ્તા
કોરાનો લોકડાઉનના કારણે ધંધો આવક બંધ થવાથી ન ભરતા બેંકે બળજબરીથી ઉંચકી ગયેલા
વાહનને પરત મેળવવા ફરિયાદી ગ્રાહકની માંગને આજે સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના
પ્રમુખ જજ એ.એમ.દવે તથા સભ્ય પુર્વીબેન જોશીએ અંશતઃ મંજુર કરી છે.ફરિયાદી ગ્રાહક
બાકી હપ્તા ભર્યેથી કારનો કબજો પરત સોંપવા કોર્ટે બેંકના સત્તાધીશોને નિર્દેશ
આપ્યો છે.

સુરતના વરાછા
રોડ વિસ્તારમાં રહેતા ફરિયાદી સૈફાલીબેન દિનેશભાઈ ઈટાલીયાએ વર્ષ-2018માં કોટક મહેન્દ્ર
બેંકના ફાયનાન્સ પર હ્યુન્ડાઈ ક્રેટા કાર ખરીદી હતી.જેના માસિક હપ્તા પેટે રૃ.23,500
 ચુકવવાના હતા.જે હપ્તા
માર્ચ-2020 સુધી નિયમિત ભર્યા બાદ કોરાના લોકડાઉનના કારણે ફરિયાદીના પતિના ધંધો-આવક
બંધ થવાના પગલે બે હપ્તા ભરપાઈ કરવામાં વિલંબ થયો હતો.જે દરમિયાન બેંકના સત્તાવાળાઓએ
મોકલેલા પંકજ શર્મા સહિત અન્ય ચાર માણસો ફરિયાદીના ફાયનાન્સ પર લીધેલા વાહનને બળજબરીથી
ઉંચકી ગયા હતા.

જેથી
ફરિયાદી શૈફાલીબેન ઈટાલીયાએએ બેંકની ગ્રાહક સેવામાં ક્ષતિ અને અનફેર ટ્રેડ
પ્રેકટીસના મુદ્દે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.ફરિયાદપક્ષે ફાયનાન્સ પર લીધેલા
વાહનનો કબજો પરત સોંપવા તથા અન્યને વેચી ન નાખે તેવી દાદ માંગી હતી.જેથી ગ્રાહક કોર્ટે
સુનાવણી બાદ બંને પક્ષકારોની રજૂઆતોને ધ્યાને લઈ ફરિયાદી ગ્રાહક બાકી હપ્તાની ૩૦
દિવસમાં ચુકવણી કરે તો બેંકે વાહનનો કબજો પરત સોંપવા હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s