આરબીએલનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતા આરટીઓ એજન્ટે રૂ. 53 હજાર ગુમાવ્યા


– ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી કોલ કર્યો, એન્ડ્રોઇન ફોનમાં એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ભેજાબાજે રોકડ તફડાવી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

ભટાર વિસ્તારમાં રહેતા આરટીઓ એજન્ટે ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર પર કોલ કરી આરબીએલનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતા રૂ. 52,999 ની મત્તા ગુમાવતા ખટોદરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

ભટારની સ્વીટી કો.ઓ. સોસાયટીમાં રહેતા આરટીઓ એજન્ટ અલ્પેશ અમૃતલાલ મહુવાગરા (ઉ.વ. 45) એ ગુગલ પર સર્ચ કરી આરબીએલ ના ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ પુનઃ કસ્ટમર કેર પર કોલ કરતા કોલ રિસીવ કરનારે ક્રેડિટ કાર્ડ લીધો ત્યારે જે રૂ. 600 આપ્યા હતા તે રીફંડ કરવાની કાર્યવાહી કરૂ છું એમ કહી મોબાઇલ હેક કરી આઇસીઆઇસીઆઇના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 19,000 અને એસબીઆઇના એકાઉન્ટમાઁથી રૂ. 24,999 અને બીજી વખત રૂ. 9,999 મળી કુલ રૂ. 52,999 કપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી અલ્પેશે તુરંત જ કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. પરંતુ કોલ રિસીવ કર્યો ન હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s