અઠવા અને રાંદેર ઝોન બન્યું કોરોનાનું એપી સેન્ટર: કોરોના રાજધાનીની સ્પીડેઃ સિટી-જિલ્લામાં 690 કેસ નોંધાયા, 2 કેસ ઓમિક્રોનના

- સિટીમાં 630 અને જિલ્લામાં 60 કેસ, અઠવા ઝોનમાં 295 અને રાંદેર ઝોનમાં 131 કેસ, સિટી-જિલ્લાના એક્ટિવ કેસની સંખ્યા 2185

સુરત
શહેરમાં કોરોનાના સક્રમણે પુનઃ રફતાર પકડતા ધીમે-ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત સિટીમાં કોરોનાના 630 અને જિલ્લામાં 60 કેસ નોંધાયા છે. જે પૈકી સિટી વિસ્તારમાં સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં 295 અને રાંદેર ઝોનમાં 131 કેસ નોંધાયા છે. સિટી-જિલ્લામાં વધુ 690 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 2185 પર પહોંચી છે. જયારે 18 કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત સિટીમાં વીતેલા 24 કલાક દરમિયાનમાં ઓમિક્રોનના 2 સહિત નવા 630 કેસ નોંધાયા હતા. જે પૈકી સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં 295 અને ત્યાર બાદ રાંદેર ઝોનમાં 131 કેસ નોંધાયાહતા. ઓમિક્રોનના 2 કેસ પૈકી 1 કેસ રાંદેર ઝોન અને 1 કેસ વરાછા બી ઝોનમાં નોંધાયો હતો. જયારે સિટી વિસ્તારની અલગ-અલગ સ્કૂલના 58 વિદ્યાર્થીઓ ઉપરાંત 2 પોલીસકર્મી, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 11, સ્કૂલના શિક્ષક, યુનિવર્સિટીના અધ્યાપક, લેબ ટેક્નિશીયન, ડોક્ટર પણ સક્રમિત થયા હતા. જયારે જિલ્લામાં 60 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ બારડોલી તાલુકામાં 18 અને ત્યાર બાદ ચોર્યાસીમાં 11, ઓલપાડમાં 8, પલસાણામાં 7, કામરેજમાં 5, માંડવીમાં 5, મહુવામાં 5 અને માંગરોલમાં 1 કેસ નોંધાયો હતો. સિટીમાં આજે વધુ 630 દર્દી નોંધાતા કુલ કેસ 1,14,005 અને 1630 દર્દીના મોત થયા છે. જયારે જિલ્લામાં 60 સક્રમિત થતા કુલ કેસનો આંક 32,374 અને 488 દર્દીના મૃત્યુ થયા છે. સિટી અને જિલ્લાના મળી કુલ 1,46,379 લોકોના સક્રમિત થયા છે અને 2,118 લોકોને કોરોના ભરખી ગયો છે. આજે સિટી વિસ્તારના 17 દર્દી સાજા થયા હતા જયારે જિલ્લામાં 1 દર્દી સાજા થતા સિટી-જિલ્લાના કુલ 18 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

કયા ઝોનમાં કેટલા દર્દી નોંધાયા
ઝોન                નવા દર્દીની સંખ્યા          કુલ કેસ
સેન્ટ્રલ             21                                10,841
વરાછા એ        50                                 11,042
વરાછા બી        28                                10,273
રાંદેર               131                               21,496
કતારગામ         52                                15,657
લિંબાયત          21                                 10,790
ઉધના              32                                 10,225
અઠવા              295                               24,041
કુલ                  630                               1,14,005

સિવિલ હોસ્પિટલમાં રિવ્યુ બેઠકના કલાકોમાં જ આરએમઓ ડો. કેતન નાયકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

કોરોના કેસમાં ઉછાળો આવતા ગત રોજ જિલ્લા ક્લેકટરના અધ્યક્ષતામાં નવી સિવિલ હોસ્પિટલમાં રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં ક્લેકટર, અધિક ક્લેકટર, સિવિલ હોસ્પિટલના ડીન, નોડલ ઓફિસર અને કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક મળ્યાના ગણતરીના કલાકોમાં જ બેઠકમાં હાજર રહેનાર સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ડો. કેતન નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને પગલે હડકંપ મચી ગયો છે અને બેઠકમાં હાજર રહેનાર અધિકારીઓ પણ કોરોના ટેસ્ટ માટે દોડતા થઇ ગયા હતા. ડો. નાયકનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમની ઓફિસ સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઓફિસની આયાનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે અન્યના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવનાર વધુ 15 નો રિપોર્ટ પોઝિટીવકોરોનાના સક્રમણે રફતાર પકડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં તા. 2 જાન્યુઆરીથી ગત રોજ સુધીમાં 11 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે આજે સવારથી સાંજે 7 વાગ્યા સુધીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર 68 દર્દીઓ પૈકી 15 ના કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s