સુરત: હેલ્થ સેન્ટર પરના આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ મોડુ મળતાં લોકો બિંદાસ્ત ફરી રહ્યાં છે


– પાલિકા અને સિવિલમાં સંકલનનો અભાવથી કોરોના સંક્રમણમાં વધારો

– સિવિલ અને પાલિકા એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યાં છે : સંક્રમિત લોકોને પરિણામ ન મળતાં સંક્રમણમાં વધારો

સુરત, તા. 05 જાન્યુઆરી 2022 બુધવાર

સુરતમાં કોરોના સંક્રમણ વધવા પાછળ સુરત મહાનગરપાલિકા અને સિવિલ હોસ્પીટલ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું પણ બહાર આવી રહ્યું છે. લોકો પાલિકાના હેલ્થ સેન્ટર પર ટેસ્ટીંગ કરાવવા માટે તો પહોંચી રહ્યાં છે પરંતુ આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ બે ત્રણ દિવસ સુધી આવતો ન હોવાથી સંક્રમિત લોકો પણ બિંદાસ્ત જાહેરમાં ફરી રહ્યાં છે. આ કામગીરી માટે સિવિલ અને પાલિકા તંત્ર એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યાં છે તેના કારણે પોઝીટીવ લોકોની જલ્દી ખબર પડતી નથી અને સંક્મણ વધી રહ્યું છે.

સુરતમાં બીજી વેવમાં ત્રીપટલ ટી ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ સુત્ર પર કોરોના સંક્રમણ ઓછુ કરવામાં  સફળતાં મળી હતી. પરંતુ હાલમાં ત્રીજી લહેરના ભણકારા છે તેમાં પાલિકાના ટ્રીપલ ટીનું સુત્ર અસરકારક સાબિત થતું ન હોવાથી સંક્રમણ વધી રહ્યં છે. કોરોના અને ઓમિક્રોનના કારણે લોકોમાં જાગૃત્તિ આવી છે થોડા લક્ષણ જોવા મળે  કે પોતે કોઈ પોઝીટીવ વ્યક્તિન સંપર્કમાં આવ્યા હોય તો પણ લોકો પાલિકાના હેલ્થ સેન્ટર પર જઈને રેપીડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યાં છે.

લોકોમાં જ્યારે ટેસ્ટીંગ માટે જાગૃત્તિ આવી છે ત્યારે પાલિકા એન સિવિલ તંત્રની બેદકારીથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં અનેક કિસ્સા એવા આવી રહ્યાં છે કે રેપીડ ટેસ્ટમા જે લોકો નેગેટિવ આવે છે તે લોકોના આરટીપીસીઆર ટેસ્ટ થાય છે એમાંથી અનેક લોકો પોઝીટીવ આવી રહ્યાં છે. જેના કારણે રેપીડમાં નેગેટિવ આવતાં લોકો પોતાને લક્ષણ હોય તો આરટીપીસીઆર ટેસ્ટનો આગ્રહ રાખે છે. પાલિકાના હેલ્થ સેન્ટર પર જઈને લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવે છે પરંતુ તેના પરિણામ માટે લોકોએ લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

પાલિકાના હેલ્થ સેન્ટર પર આરટીપીસીઆર ટેસ્ટ આપ્યા બાદ 24 કલાકમાં ફોન ન આવે તો લોકો પોતે નેગેટિવ છે તે સમજીને જાહેરમાં ફરી રહ્યાં છે. પરંતુ  પોતે ટેસ્ટ આપ્યા છે તેનું પરિણામ જાણવા માટે લોકો સિવિલ હોસ્પીટલ જાય છે તો ત્રીસ કલાક પછી જવાબ મળે છે કે હજી પાલિકામાંથી સેમ્પલ આવ્યા નથી. પાલિકા તંત્રમાંથી એવા જવાબ આપવામા આવે છે કે સેમ્પલ પહોંચી ગયાં છે પરંતુ સિવિલમાં સ્ટાફનો અભાવ છે તેથી ટેસ્ટીંગ બાકી છે.

આ જવાબ મળી રહ્યાં છે તેમાં સિવિલ તંત્ર સાચું હોય કે પાલિકા તંત્ર પરંતુ સંકલનનો અભાવ હોવાથી પોઝીટીવ લોકો જાહેરમાં ફરીને અનેક લોકોને સંક્રમિત કરી રહ્યાં છે. જેના કારણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવે તો ગણતરીના સમયમાં લોકોને તેનું પરિણામ જાણવા મળે તો સુરતમાં સંક્રમણ પર નિયંત્રણ થઈ શકે છે. પરંતુ પાલિકા અને સિવિલમાં સંકલનનો અભાવ હોવાથી સુરતમાં સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s