સુરત ની યુવતીની વેસ્ટ માંથી બેસ્ટ માટે અનોખી ઝુંબેશ..સુરત ની યુવતીએ ફૂલોના કચરા માંથી બનાવ્યા સાબુ અને અગરબતી

પ્રતિનિધિ દ્વારા, સુરત

થોડા સમય પહેલા પાલિકા દ્વારા મંદિરો માંથી ભગવાન ને ચઢાવેલ ફૂલો માંથી ખાતર બનાવવા ની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આજ ફૂલો ના વેસ્ટ માંથી અન્ય ઘણી વસ્તુઓ બની શકતી હોય છે.અને આવું જ કઈ કાર્ય સુરત ની એક યુવતીએ પોતાના મિત્રો સાથે મળી ને શરૂ કર્યું છે.જેમાં તેણી ફુલોનો રિયુઝ કરીને તેમાંથી અગરબત્તી, સાબુ જેવા બીજા પ્રોડક્ટ બનાવે છે.

આપણે બધા જ ઘરમાં ભગવાનને ફૂલ હાર ચડાવવીયે છે તે પૂજાપો નદીમાં વિસર્જિત કરીએ છે અથવા તો નજીકમાં કશે ઝાડ પાસે મૂકી દઈએછે. જોકે પાણી કે નદીમાં આ ફૂલો ફેંકવાથી પાણીની ગુણવત્તા પર અસર થાય છે તેમજ પાણીમાં રહેતા જીવો સામે પણ તેનાથી ખતરો રહેલો છે. એક આંકડા પ્રમાણે ભારતમાં 800 મિલિયન ટન ફુલોનો દર વર્ષે ઉપયોગ કરવામાં આવે છે. સુરત ની મૈત્રી એ

તેના મિત્રોએ સાથે મળીને નવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે.જેમાં તેણી ફુલોનો રિયુઝ કરીને તેમાંથી અગરબત્તી, સાબુ જેવા બીજા પ્રોડક્ટ બનાવે છે.

આ અંગે મૈત્રીનું કહયુ કે “લોકો મંદિરોમાં ફૂલો ચડાવે છે, અને બીજા દિવસે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. ત્યારે અમે તેને અપસાઈકલ કરવાનો વિચાર કર્યો છે..અને તેથી

મે કોર્પોરેશન પાસે પરવાનગી લઈને મંદિરોમાંથી આ ફૂલો એકત્ર કરવાનું શરૂ કર્યું, સૌથી પહેલા મેં કલર બનાવ્યા હતા.પછી મેં તેનાથી એક સ્ટેપ આગળ વધવાનું નક્કી કર્યું. મંદિરમાંથી એકત્ર કરાયેલા ફુલોનો પાઉડર બનાવીને હવે તે ફુલોને રિયુઝ કરીને કોઈપણ કેમિકલ વગર તેમાંથી સાબુ, અગરબત્તી, સોલિડ પરફ્યુમ વગેરે બનાવુ છું.આ પ્રોજેક્ટને હું આખા ગુજરાતભરમાં લઇ જવા માંગુ છું. જેથી મંદિરોમાં ચડાવવામાં આવતા પૂજાપાની અપસાઇકલ તો કરી જ શકાય સાથે સાથે મંદિરોને પણ ઝીરો વેસ્ટ ટેમ્પલ બનાવી શકાય.

મૈત્રી એ શરૂ કરેલા આ ઇનોવેશનને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. કારણ કે કેમિકલમુક્ત અને અન્ય બીજી કોઈ ભેળસેળ વગર બનાવવામાં આવતી આ પ્રોડક્ટ પર્યાવરણ માટે તો ફ્રેન્ડલી છે જ સાથે સાથે તેનો ઉપયોગ પણ બિલકુલ નુકશાનકારક નથી. હાલ આ બધી પ્રોડક્ટોને ઓનલાઇન વેચાણ કરવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s