સુરતમાં કોરોનાની બીજી લહેર વખતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા તાકીદ


– નવી
સિવિલમાં
1600 સામાન્ય બેડ, 300 આઇસીયુ બેડ તેમજ ૫૫ મેટ્રિક ટન
ઓકિસજન સપ્લાયની વ્યવસ્થા ઉપલબ્ધ

        સુરત

કોરોનાના
કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર એકશન મોડમાં આવી ચૂકયુ છે. આજે જિલ્લા
કલેકટરે નવીસિવિલ હોસ્પિટલ ખાતે રિવ્યુ બેઠક યોજીને નવીસિવિલમાં નોટીસ મળ્યાના
24 કલાકમાં 1600 બેડ ઉપલબ્ધ કરવા તાકીદ કરી હતી. સાથે જ દવા, તેમજ
જરૃરી સાધનોના સ્ટોક ઓછો હોય તો
10 દિવસમાં હાજર કરવા પણ
તાકીદ કરી હતી. આમ રિવ્યુ બેઠકમાં તંત્રને એલર્ટ કરી દીધુ હતુ.

સુરત શહેરમાં
કોરોનાને લઇને ગંભીર સ્થિતિ પેદા થાય તો હોસ્પિટલોમાં સારવાર મળી રહે તેમજ પડનારી મુશ્કેલી
, સ્ટાફ સહિતની ઝીણામાં ઝીણી
વિગતો માટે તંત્ર એલર્ટ રહે તે માટે આજે જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા સિવિલ કેમ્પસમાં
રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં ડેપ્યુટી કલેકટર આર.આર.બોરડ
, સિવિલના
તબીબી અધિક્ષક
, ડીન, નોડલ ઓફિસર અશ્વિન
વસાવા
, પાલિકા, ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારી
સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લા કલેકટરે હાજર તમામ અધિકારીઓને સુચના
આપી હતી કે નવીસિવિલ હોસ્પિટલમાં ૧૬૦૦ સામાન્ય બેડ અને ૩૦૦ આઇસીયુ બેડ ઉપલબ્ધ રાખો.
અને નોટીસ મળ્યાથી ૨૪ કલાકની અંદર આ બેડ શરૃ થઇ જવી જોઇએ તેવુ આયોજન કરવા જણાવ્યુ હતુ.
તો હોસ્પિટલમાં દવા
, સર્જિકલ સાધનો સહિતના જેટલો પણ સ્ટોક ઓછો
હોય તે ૧૦ દિવસમાં ઓર્ડર આપીને હાજર કરવા તાકીદ કરી હતી.

<

p class=”30gBold”>
ઉપરાંત બીજી લહેરમાં શુ શુ વ્યવસ્થા કરાઇ હતી. તેની પણ ચર્ચા કરાઇ હતી. જેમાં
દર્દીઓની સંબંધીઓ માટે હેલ્પ ડેસ્ક
,
બોડી મેનેજમેન્ટસ, દર્દીના સંબંધીઓ માટે બેઠક
વ્યવસ્થા સહિત બીજી લહેરમાં જેટલી પણ સેવા
, સુવિધાઓ ઉપલબ્ધ
કરાઇ હતી. તે તમામ જરૃરિયાત મુજબ શરૃ કરવા પર તેમણે ભાર મુકયો હતો. હાલ સિવિલ
હોસ્પિટલમાં ૫૫ મેટ્રિક ટન ઓકિસજન સપ્લાય થઇ શકે તેટલી ક્ષમતાવાળો પ્લાન્ટ છે. તે
સંર્પુણ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યુ હતુ. આમ કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા
તંત્ર સાબદુ થઇ ગયુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s