સુરતની પચ્ચીસ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી થઇ– બપોરે
12 થી 4 દરમિયાન પ્લાન્ટ ચાલુ રખાયા, શહેર-જિલ્લામાં એકેય
હોસ્પિટલના પ્લાન્ટમાં ખામી જણાઇ નહી

        સુરત

કોરોનાની
સ્થિતિને પહોંચી વળવા આજે સુરત શહેર અને જિલ્લાની
25 થી વધુ સરકારી-અર્ધ
સરકારી તેમજ ઓકિસજન પ્લાન્ટ ધરાવતી હોસ્પિટલોમાં પ્લાન્ટ કાર્યરત છે કે નથી
?
તેની ચકાસણી માટે  પ્લાન્ટ
બપોરે
12 થી 4 સુધી કાર્યરત રખાયા હતા.

સુરત શહેર
અને જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ઓકિસજનની
જરૃરિયાત ઉભી થાય તો પૂર્ણ કરી શકાઇ અને સાથે જ જે જે હોસ્પિટલોમાં ઓકિસજનના પ્લાન્ટ
નાંખવામાં આવ્યા છે. તે ઘણા વખતથી બંધ પડયા છે. આથી હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા આજે સરકારી- અર્ધ સરકારી તેમજ ઓકિસજન પ્લાન્ટ ધરાવતી
હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટ ચાલુ છે કે નથી
? તેનું ચેંકિગ કરવા આદેશ કરાયો હતો.

<

p class=”12News”>
આદેશના પગલે આજે સુરતની સિવિલ
,
સ્મીમેર, સહિત આઠથી વધુ ખાનગી હોસ્પિટલો જયાં
ઓકિસજન પ્લાન્ટ કાર્યરત છે.તે હોસ્પિટલો તેમજ સુરત જિલ્લાના ૧૨ સામુહિક આરોગ્ય
કેન્દ્ર તેમજ માંડવી અને બારડોલીની હોસ્પિટલોમાં આજે ઓકિસજન પ્લાન્ટ બપોરે ૧૨ થી ૪
વાગ્યા સુધી ચાલુ રખાયો હતો. આમ આજે સુરત શહેર અને જિલ્લાની ૨૫ થી વધુ
હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટની ચકાસણીમાં કોઇ ખામી જણાઇ નહોતી એમ સૂત્રોએ જણાવ્યું
હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s