વીમાદારનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વ્યાજસહિત વળતર ચુકવવા હુકમસુરત

પોલીસી સિલ્વર પ્લાન હોવાથી ક્લેઇમના 10 ટકા કાપી 8 ટકાના વ્યાજ સહિત ચુકવવા ગ્રાહક કોર્ટનો નિર્દેશ

વીમાદારની
માતાની હ્યદયની બિમારીની સારવારનો ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર વીમા કંપનીને
વીમાદારની કુલ ક્લેઈમની રકમમાંથી પોલીસી શરત મુજબ 10 ટકા કપાત કરીને વ્યાજ સહિત
ચુકવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ.એમ.દવે તથા સભ્ય
રૃપલબેન બારોટે હુકમ કર્યો છે.

પાલનપુર
જકાતનાકા ખાતે સંત તુકારામ સોસાયટીમાં રહેતા ફરિયાદી હરીકૃષ્ણ વી.ચૌહાણે હેલ્થ
ઈન્ડીયા ટીપીએ સર્વિસ મારફતે ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીની રૃ.2 લાખની સમ
એસ્યોર્ડ ધરાવતી હેપ્પી ફેમીલી ફ્લોટર પોલીસી ઉતરાવી હતી.દરમિયાન એપ્રિલ-2017માં
ફરિયાદીની માતાને છાતીમાં દુઃખાવો થતાં અઠવાલાઇન્સની  હોસ્પિટલમાં દાખલ થઇ સ્ટેન્ટન્ટ મુકાવ્યા હતા.
તેમનો રૃા.1.67 લાખનો ક્લેઈમ વીમા કંપનીએ પોલીસી શરતના ભંગ બદલ નકારી કાઢ્યો હતો.
જેથી ગ્રાહક કોર્ટમાં કુ.મોના કપુર મારફતે ફરિયાદ કરાઇ હતી. વીમા કંપની તરફે રજૂઆત
થઇ કે
, ફરિયાદીએ
ડાયાબીટીઝ તથા હાઈપર ટેન્શનની બિમારીના સમયગાળા દરમિયાન તથા ઈન્ડોર કેસ પેપર્સ
પુરા પાડયા નથી. તે સામે ફરિયાદપક્ષે રજૂઆત કરી હતી કે
, વીમા
કંપની હોસ્પિટલમાં જઈને દસ્તાવેજો જોઈ શકે તેમ છે. ફરિયાદીની માંદગીનું કારણ ડોકટર
જ જણાવી શકે હાઈપર ટેન્શન કે ડાયાબીટીઝને હ્યદયની બિમારી વચ્ચેનો સંબંધ વીમા
કંપનીએ જણાવી શક્યા નથી. કોર્ટે પોલીસી સિલ્વર પ્લાન હોઈ કુલ ક્લેઈમની 1.67 લાખમાંથી 10 ટકા કાપીને 1.50 લાખ અરજી તારીખથી વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત તથા
અરજી ખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર વીમાદારને ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો
છે.

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s