નર્મદ યુનિ.માં સુશાસન દિવસ ઉજવાયા બાદ રજીસ્ટ્રાર સહિત 10 ને કોરોના

– કુલપતિ
સંક્રમિત થયા બાદ તેમના ડ્રાઇવર
,
કર્મચારી, અધ્યાપકો, હોસ્ટેલનો
વિદ્યાર્થી મળી એક જ દિવસમાં
10 કેસ નોંધાયા

     સુરત

નર્મદ
યુનિવર્સિટીમાં ઉજવાયેલા સુશાસન દિવસ બાદ કોરોનાએ પણ ઉજવણી કરી હોઇ તેમ કુલપતિ
કોરોનામાં સપડાયા બાદ તેમનો ડ્રાઇવર
,
ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, ડિપાર્ટમેન્ટ હેડ,
કર્મચારીઓ અને એક વિદ્યાર્થીની મળીને 10 જણાં
કોરોના પોઝીટીવ આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માં ડર પેસી ગયો છે.

સુરત શહેરમાં
કોરોનાના કેસો સુપર સ્પીડે આગળ વધી રહ્યા છે. જેમાં નર્મદ યુનિવર્સિટી પણ અડફેટે આવી
ગઇ છે. સોમવારે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા કોરોનાની ઝપેટમાં આવ્યા
બાદ એક એચ.ઓ.ડી પણ કોરોનામાં સપડાયા હતા. ત્યારબાદ પાલિકા દ્વારા યુનિવર્સિટીમાં કોરોનાની
ટેસ્ટ કરાતા આજે પોઝીટીવની યાદી લાંબી બની હતી. જેમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જયદીપ ચૌધરી
, ત્રણ અધ્યાપકો,
કર્મચારી તેેમજ કુલપતિના ડ્રાઇવર અને છેલ્લે હોસ્ટેલમાં રહેતી સ્ટુડન્ટ
પણ કોરોનાગ્રસ્ત થઇ હતી. આમ છેલ્લા બે દિવસમાં યુનિવર્સિટીમાં 10 
 થી વધુ કોરોનાના કેસો
નોંધાતા વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓમાં પણ ડર પેસી ગયો છે.

સુત્રોના
જણાવ્યા મુજબ નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં સુશાસન દિવસની ઉજવણી થઇ હતી. આ ઉજવણી
બાદ કુલપતિ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ કોરોનાએ ઉજવણી કરી હોઇ તેમ આજે
યુનિવર્સિટીમાં કોરોના પોઝીટીવ ની કતાર ખડકાઇ હતી. તો યુનિવર્સિટીના બે મહારથી કુલપતિ
અને રજિસ્ટ્રાર બન્ને કોરોનાગ્રસ્ત થતા યુનિવર્સિટીનું તંત્ર પણ નોંધારુ બન્યુ છે.

નર્મદ
યુનિવર્સિટીના કર્મચારીઓમાં ભારે આક્રોશ
: યુનિવર્સિટી 10 દિવસ બંધ કરો

નર્મદ
યુનિવર્સિટી કેમ્પસમાં આજે કોરોનાની જે લાઇન લાગી હતી. અને તેમાં એક ડિપાર્ટમેન્ટ
નહીં
, અલગ અલગ ડિપાર્ટમેન્ટો, અલગ અલગ વિભાગના કર્મચારીઓ
પણ કોરોનામાં સપડાયા હોવાથી કર્મચારીઓમાં કોરોનાને લઇને ભયનો માહોલ ફેલાયો છે.

કોરોનાના
વધી રહેલા કેસોને લઇને આજે નર્મદ યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓએ છુપો આક્રોશ
વ્યકત કર્યો હતો કે જે રીતે કેસો વધી રહ્યા છે. તે જોતા આગામી દિવસોમાં હજુ કેસો
વધવાની શકયતા છે. કેમકે આજે જે કેસો આવ્યા છે. તેમાં કોઇને કોઇ  કર્મચારી
, અદ્યાપકો કે વિદ્યાર્થીઓ એકબીજાના
સંર્પકમાં આવ્યા હશે. જેના કારણે જેઓ બાકી રહ્યા છે. તેઓ પણ કોરોનામાં સપડાઇ શકે
તેમ છે. આથી હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કેમ્પસ દસ દિવસ બંધ
રાખવામાં આવે તેવી છુપી માંગ થઇ રહી છે.

યુનિ.ના  ડિપાર્ટમેન્ટોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવાયુ

નર્મદ
યુનિવર્સિટીમાં કોરોનાની લાઇન લાગવાની સાથે જ ડિપાર્ટમેન્ટ હેડ અને વિદ્યાર્થીઓ પણ
કોરોનામાં સપડાયા હોવાથી તકેદારી રાખવા ખાતર તમામ ડિપાર્ટમેન્ટોમાં ઓફલાઇન શિક્ષણ
બંધ કરી દેવાયુ છે. અને આવતીકાલ બુધવારથી ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય
લેવાયો છે.

કુલપતિ, રજિસ્ટ્રાર જ
કોરોનામાં સપડાતા તંત્ર નોંધારુ

<

p class=”12News”>નર્મદ
યુનિવર્સિટીમાં કોઇ પણ નિર્ણય લેવાની સતા પહેલા કુલપતિ પાસે હોય છે. ત્યાર બાદ
ઉપકુલપતિ પાસે હોય છે. અને આ બે ના હોય તો રજિસ્ટ્રાર નિર્ણય લઇ શકે છે. પરંતુ હાલ
એવી સ્થિતિ છે કે ઉપકુલપતિની જગ્યા ભરાઇ નથી. કુલપતિ અને રજિસ્ટ્રાર બન્ને
કોરોનામાં સપડાયા છે. આથી હાલ ડેપ્યુટી રજિસ્ટ્રારો યુનિવર્સિટીનો વહીવટ સંભાળી
રહ્યા છે. આમ યુનિવર્સિટીનું તંત્ર નોંધારુ બન્યુ છે.  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s