નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ કરાયા

– શરદી-ખાંસી
થતા બે વાર કરાવેલા એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ
RT-PCR
ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ

      સુરત

નર્મદ
યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા પણ કોરોનાની ઝપેટમાં આવી જતા હોસ્પિટલ
દાખલ કરાયા છે. બબ્બે વખત એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ આખરે આરટીપીસીઆર
કરાવાતા પોઝીટીવ આવતા જ તેમની સાથે સંર્પકમાં આવનારાઓના પાલિકા દ્વારા ટેસ્ટ
કરાવાયા છે.

<

p class=”12News”>સુરત શહેરમાં
કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે એક પછી એક રાજકીય નેતાઓ કોરોનામાં સપડાય રહ્યા છે. ત્યારે
કોરોનાકાળમાં સતત દોડી રહેલા નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા પણ કોરોના
પોઝીટીવ આવ્યા છે. બે દિવસ અગાઉ તેમને શરદી-ખાંસી જણાતા સારવાર શરૃ કરાઇ હતી. ત્યારબાદ
બે વખત એન્ટીજન ટેસ્ટ કરાવાયા હતા. પરંતુ નેગેટીવ આવ્યા હતા. આખરે શુક્રવારે આરટીપીસીઆર
ટેસ્ટ કરાવાતા જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમની સાથે સંર્પકમાં આવેલા તમામના
આરટીપીસીઆરના સેમ્પલ લેવાયા છે.  દરમ્યાન કોરોના
પોઝીટીવ આવ્યા બાદ કુલપતિને હોસ્પિટલ દાખલ કરાયા છે. જયાં તેમની તબિયત સ્થિર હોવાનું
જાણવા મળ્યુ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s