ઈન્સ્ટાગ્રામ પર 16 વર્ષની તરુણીને ફ્રેન્ડ બનાવી કાફેમાં દુષ્કર્મ કરી વિડીયો બનાવ્યો

– સરથાણામાં અવધ વાઇસરોયના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોક્સમાં દુષ્કર્મ : કપલ બોક્સમાં 16 વર્ષની તરુણી સાથે સંબંધ બાંઘી યુવાને કહ્યું, ગભરાવાની જરૂર નથી, મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે

– યુવાને વિડીયો મિત્રને મોકલ્યો અને તેણે તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્ર બનવા દબાણ કર્યું પણ તરુણીએ ઇન્કાર કરી દેતા વિડીયો વાયરલ કરી દીધો

સુરત, : સુરતની 16 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોક્સમાં શરીર સંબંધ બાંધી વિડીયો બનાવી લીધો હતો. તે વિડીયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પણ તેણે નહીં સ્વીકારતા વિડીયો વાયરલ કરી દીધો હતો. સરથાણા પોલીસે તરુણીના મિત્ર, વિડીયો વાયરલ કરનાર મિત્ર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી સરીતા ( ઉ.15 વર્ષ 7 મહિના, નામ બદલ્યું છે ) એ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ માતાને ઘરકામમાં મદદ કકરે છે. ગત શનિવારે સવારે રત્નકલાકારને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વિડીયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વિડીયો રત્નકલાકારની પત્નીએ જોયો તો તેમાં સરીતા નગ્નાવસ્થામાં કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. રત્નકલાકારે તે છોકરા વિશે પૂછ્યું તો સરીતાએ તેની ઓળખ બે વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા તરીકે આપી હતી.

સચીને મિત્રતા થયા બાદ સરીતાને પહેલા બહેન બનાવી હતી અને બાદમાં અવારનવાર વાત કરી આઠ મહિના અગાઉ કોઈકની પાસેથી મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સએપ પર મેસેજ કરી મળવા બોલાવી હતી. સરીતા મળવા નહીં જતા ફરી મેસેજ કરી મળવા બોલાવતા તે જતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. ત્યાં સચીન સરીતાને એક કાફેમાં લઈ ગયો હતો. પણ કાફે બંધ હોવાથી સચીને તેના મિત્ર કિશન ડાભીને બોલાવતા તે બાઈક લઈને આવ્યો હતો. સચીને સરીતાના ઇન્કાર છતાં તેને પોતાની બાઈક પર બેસાડી હતી અને કિશન પોતાની બાઈક પર તેમની પાછળ આવ્યો હતો. કિશને સરથાણા જકાતનાકા સ્થિત અવધ વાઇસરોયના ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં કપલ બોક્સ બુક કરાવ્યું હતું અને નીચે ઉતરી ગયો હતો.

કપલ બોક્સમાં સરીતાના ઇન્કાર છતાં સચીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોરીછૂપીથી તેનો વિડીયો પણ બનાવી દીધો હતો.અડધો કલાક બાદ તેઓ બહાર નીકળ્યા ત્યારે સરીતાએ ખોટું થયું તેમ કહ્યું તો સચીને કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે. તેના ત્રણ દિવસ બાદ સરીતાની જ સોસાયટીમાં રહેતા સચીનના મિત્ર વૈભવ બગદરિયાએ સરીતાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કહ્યું હતું કે તારો અને સચીનનો વિડીયો સચીને મને મોકલ્યો છે, જો મારી ફ્રેન્ડ નહીં બને તો વાયરલ કરી દઈશ.સરીતાએ ઈન્કાર કરતા તેણે વિડીયો વાયરલ કરી દીધો હતો. તે મળતા તેના પિતાએ જાણ કરી હતી.

આ બનાવમાં ગતરોજ સરીતાના પિતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રત્નકલાકાર તરીકે કામ કરતા સચીન ભરતભાઇ કુકડીયા ( રહે.ઘર નં.86, નંદનવન સોસાયટી, સીગણપોર રોડ, કતારગામ, સુરત ), કિશન રામજીભાઇ ડાભી ( રહે.મણીપાર્ક સોસાયટી, સીગણપોર રોડ, કતારગામ, સુરત ) અને વૈભવ અશોકભાઇ બગદરિયા ( રહે. સીગણપોર રોડ, કતારગામ, સુરત ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s