આધેડના બે પ્લોટ બોગસ કબજા રસીદના આધારે પચાવી પાડનાર કિન્નર સહિત ત્રણની ધરપકડ


– પીપલોદના આધેડે તેમના ગોડાદરા શ્રીજીનગર સોસાયટીના પ્લોટની અસલ કબજા રસીદની નકલો અન્ય ગ્રાહકને વેચવા બિલ્ડરને આપતા તેણે બોગસ દસ્તાવેજો બનાવી કિન્નરને વેચી દીધી

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, મંગળવાર

સુરતના પીપલોદના આધેડે તેમના ગોડાદરા શ્રીજીનગર સોસાયટીના પ્લોટની અસલ કબજા રસીદની નકલો અન્ય ગ્રાહકને વેચવા બિલ્ડરને આપતા તેણે બોગસ દસ્તાવેજો બનાવી કિન્નરને વેચી દીધી હતી. ગોડાદરા પોલીસે આ પ્રકરણમાં ચાર વિરુદ્ધ ગુનો નોંધી કિન્નર, બિલ્ડર સહિત ત્રણની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વારાણસીના વતની અને સુરતમાં પીપલોદ ગાર્ડન સિનેમા પાછળ એસ.એમ.સી આવાસ આઈ-1 ફ્લેટ નં.15 માં રહેતા 55 વર્ષીય દિલીપસિંહ લક્ષ્મણસીંહ રાજપુતે તેમના ગોડાદરા રેવન્યુ સર્વે નં.56 બ્લોક નં.60 વાળી જમીનમાં આવેલી શ્રીજીનગર સોસાયટીમાં પાડવામાં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નં.23 તથા 24 ના ખુલ્લા પ્લોટોની અસલ કબજા રસીદની નકલો સોસાયટીમાં જ રહેતા બિલ્ડર રામપ્રવેશ રાધેશ્યામ દુબેને અન્ય ગ્રાહકને વેચવા આપી હતી. જોકે, રામપ્રવેશે પોતે કે અન્ય વ્યક્તિ પાસે કબજા રસીદના પાના નં. 2 અને 5 ઉપર કોરી કાપલી મૂકી તેની ઝેરોક્ષ કઢાવી તેમાં કબજા કરાર લખાવી લેનારમાં સુનિલ બચ્છાવનું નામ-સરનામું બોલપેનથી લખી પાના નં.5 માં સાહેદ સવજીભાઇ તથા પંચની ખોટી સહીઓ કરી બોગસ કબજા રસીદના આધારે સુનિલ બચ્છાવ, રામપ્રવેશ દુબેએ દલાલ મહેન્દ્રપ્રતાપસિંગ સાથે મળી કિન્નર સમીરાકુંવરને વેચી દીધો હતો.

આ અંગેની જાણ થતા દિલીપસિંહ રાજપૂતે કિન્નર સમીરાકુંવર ગંગાકુંવર ( સમીરા પુર્ણચંન્દ્ર બિસોઇ ) ( રહે. પ્લોટ નં.23,24, શ્રીજીનગર સોસાયટી, માનસરોવર સોસાયટી પાસે, પાણીની ટાંકી પાછળ, ગોડાદરા, સુરત, મુળ રહે.રૂમાગઢ, ઓરીસ્સા ), સુનિલ નથ્થુભાઇ બચ્છાવ ( પાટીલ ) ( રહે. ‘સી‘ બિલ્ડીંગ, ફ્લેટ નં.408, સુમન પ્રહાર, સફાયર બિલ્ડીંગની સામે, પરવત-મગોબ, સુરત. મુળ રહે. ખોરી, તા.સાકરી, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ), બિલ્ડર રામપ્રવેશ રાધેશ્યામ દુબે ( ઉ.વ.29, રહે. પ્લોટ નં.35, શ્રીજીનગર સોસાયટી, માનસરોવર પાણીની ટાંકી પાસે, ગોડાદરા, સુરત ) અને મહેન્દ્ર પ્રતાપસિંગ ઉર્ફે પ્રધાનજી રાજપુત ( રહે. પ્લોટ નં.71, શ્રીજીનગર સોસાયટી, માનસરોવર પાણીની ટાંકી પાસે, ગોડાદરા, સુરત. મુળ રહે.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કિન્નર સમીરાકુંવર, બિલ્ડર રામપ્રવેશ દુબે અને દલાલ મહેન્દ્રપ્રતાપસિંગની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s