વેસુમાં બંગલા પર આવેલી પૂર્વ પ્રેમિકા અને નવા પ્રેમી પર હુમલો કરનારની ધરપકડ


– ઉદ્યોગપતિ પુત્ર કેટલાક સમયથી પૂર્વ પ્રેમિકાની કનડગત કરતો હતોઃ રાત્રે ઘરે ફરીયાદ કરવા આવતા બંને પર હુમલો કર્યો અને પ્રેમિકાના શરીરે બચકા ભર્યા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

શારિરીક-માનસિક ત્રાસથી કંટાળી ઘરે ફરીયાદ કરવા જનાર પૂર્વ પ્રેમિકા અને તેના હાલના પ્રેમી પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા ઉપરાંત પ્રેમિકાને જમીન પર પટકી દઇ શરીરે બચકા ભરનાર વેસુ વિસ્તારમાં રહેતા કલરકટેક્ષ કંપનીના પ્રોપાઇટરના પુત્રની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

વેસુ સ્થિત નંદિની ટાવર નજીક જેનીલ એન્ટરપ્રાઇઝ નામના બંગલામાં રહેતા કલરટેક્ષ કંપનીના પ્રોપાઇટરના પુત્ર કૃણાલ મહેશ કબૂતરવાલા છેલ્લા કેટલાક સમયથી તેની પૂર્વ પ્રેમિકા ગરિમા (નામ બદલ્યું છે) ને શારિરીક-માનસિક ત્રાસ ગુજારી રહ્યો હતો. જેથી ગરિમાએ તેના હાલના પ્રેમી ડેનીમ અશોકકુમાર મહંત (ઉ.વ. 25 રહે. એ 101, ઓમોરાજ એપાર્ટમેન્ટ, સૌરભ પોલીસ ચોકીની બાજુમાં, અડાજણ) કૃણાલની કરતૂત અંગે જાણ કરી હતી. જેથી ડેનીમે કૃણાલને ફોન કરી ઠપકો આપ્યો હતો અને વેસુ નંપાંચેક દિવસ અગાઉ ડેનીમ અને ગરિમા કૃણાલના ઘરે ફરીયાદ કરવા ગયા હતા. જયાં ડેનીમે કૃણાલના પિતાને ફોન કરી જાણ કરી હતી અને આ અરસામાં જ કૃણાલ ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી ઉશકેરાયેલા કૃણાલે ડેનીમ અને ગરિમા પર હુમલો કરી લાકડાના ફટકા વડે માર માર્યો હતો. ડેનીમને માથામાં ફટકો વાગતા તેને ગંભીર ઇજા થઇ હતી. જયારે ગરિમાને જમીન પર પટકી દઇ બેરહમી પૂર્વક માર મારવા ઉપરાંત શરીર પર બચકા ભર્યા હતા. આ ઘટનામાં પોલીસે કૃણાલ કબૂતરવાલા (ઉ.વ. 27) ની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s