લિંબાયતમાં લુમ્સખાતામાં આગ લાગતા ભાગદોડઃ આધેડને લોકોએ બહાર કાઢયા

મહાપ્રભુનગરના ખાતામાં લાગેલી આગ નજીકમાં પાર્ક કરેલા ત્રણ
ટુ-વ્હીલરને ઝપેટમાં લીધા ઃ દોઢ કલાકે આગ પર કાબૂ મેળવાયો

        સુરત :

લિંબાયતમાં  ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે લુસ્મ ખાતામાં આજે
સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી. તેથી આગના લીધે વધુ પ્રમાણમાં નીકળેલા ધુમાડાના લીધે
એક આધેડને ગાુગણામંળની અસર થતા હોસ્પિટલમાં ખસેડાયા હતો. જયારે આગના લીધે ત્યાં બે
બાઇક અને એક મોપડ ઝપેટમાં આવી ગઇ હતી.

ફાયર
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં 
ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે 
મહાપ્રભુ નગરમાં  લુસ્મ ખાતામાં આજે
સવારે કોઇ કારણસર આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં કામ કરતા કારીગરોમાં નાસભાગ
મચી ગઇ હતી. તેઓ ગભરાઇને બાહર દોડી ગયા હતા. ૫૦ વર્ષના આધેડ રામચંદ્રને ધુમાડાને
લીધે ગુંગળામણની અસર થતા તેઓ અર્ધબેબાન થઇ ગયા હતા. સ્થાનિકોએ તરત તેમને બહાર
કાઢ્યા હતા અને
108મા સ્મીમેર હોસ્પિટલ ખસેડયા હતા.

દરમિયાન
કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ લાશ્કરો સાથે ઘટના સ્થળે પહોચી હતી અને આગ બુઝાવવાનો આરંભ
કર્યો હતો. આગને લીધે બહાર પાર્ક કરેલી બે બાઇક અને એક મોપેડ ઝપેટમાં આવતા નુક્સાન
થયું હતું. લાશ્કરોએ દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બોબીન
, જનરેટર, લુમ્સ મશીન, વાયરીંગ, ફર્નીચર,
એ.સી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયુ હોવાનું ફાયર સુત્રો કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s