થર્ટી ફર્સ્ટની રાતે દારુ પીને ફરતા 355થી વધુ લોકો ઝડપાઇ ગયા


ગુજરાતમાં દારુબંધીના કડક કાયદા વચ્ચે

– સિવિલમાં
173, સ્મીમેરમાં
182 લોકોને ચેકઅપ માટે લવાયા : પીવા માટે
દારુ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય

    સુરત:

ગુજરાતમાં
દારૃબંધીનો કાયદો કડક બન્યા બાદ પણ દારુ પીનારા બિન્ધાસ્ત જણાય રહ્યા છે. દારુ
જાણે છૂટથી મળી રહ્યો હોય તેમ થર્ટી ફર્સ્ટીની રાતે સુરત શહેરમાં દારુના નશામાં
355 થી વધુ લોકો પકડાયા
હતા. તમામને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમા ંલવાયા હતા.

થર્ટી
ફસ્ટની રાત્રી દરમિયાન સુરત સિટીના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસોએ  પ્રોહીબીશનમાં પકડાયેલાઓમાં નવી સિવિલમાં 
173 અને સ્મીમેર હોસ્પિટલમાં 182 મળી કુલ 355થી વધુ વ્યકિતને મેડિકલ ચેકઅપ માટે લવાયા હતા. સચીન પોલીસ દ્વારા 23,  સચીન જી.આઇ.ડી.સી  46, પાંડેસરાના 50થી વધુ તેમજ ઉમરા, અડાજણ, જહાંગીરપુરા,
રાંદેર  સહિતના પોલીસે
પકડેલા લોકોને ચેકઅપ માટે લવાયા હતા.

ગુજરાતમાં
ડિસેમ્બર-
2016માં દારુ બંધીનો કાયદો વધુ કડક બનાવાયો હતો. આરંભમાં તેને લઇને દારુનો નશો
કરનારાઓમાં ગભરાટ હતો. જોકે
, ક્રમશઃ તે દુર થઇ ગયો હોય તેમ
જણાય છે. શહેરમાં જ થર્ટી ફર્સ્ટની રાતે દારુના નશામાં ૩૫૫થી વધુ લોકો પકડાઇ ગયા
છે. સાંજથી જ દારુની મહેફિલ સાથે ન્યુયર પાર્ટી કરીને કેટલાક શહેરમાં ફરવા નીકળતા
ઝડપાયા હતા. જોકે
, પીધેલા લોકો પીવા માટે દારુ ક્યાંથી
લાવ્યા હતા તે તપાસનો વિષય છે.

<

p class=”12News”>દરમિયાન
ઘણા લોકોએ કાયદાની પળોજણમા નહી પડવા દમણ-સેલવાસ કે મુંબઇની વાટ પકડી હતી. પણ
તેમાયે પીને રાતે જ પરત થતા લોકો પકડાઇ ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s