હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં: કોર્ટ બિલ્ડીંગ બહાર હોબાળો પોલીસને ધમકી આપનાર આરોપીની ધરપકડ

- નાસ્તો આપવા સબંધીઓને મનાઇ કરાતા લિંબાયતના અપહરણ-ખંડણીના આરોપીએ જાપ્તાના પોલીસકર્મીને ધમકી આપી હતી

સુરત
અઠવાલાઇન્સ સ્થિત કોર્ટમાં મુદ્દતે લાવવામા આવેલા લિંબાયત પોલીસના અપહરણ-ખંડણીના ગુનાના આરોપીના સંબંધીઓને નાસ્તો આપવાનો ઇન્કાર કરતા હોબાળો મચાવી હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં તેવી ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે.
સુરત સિટી પોલીસ હેડ કવાર્ટરના એએસઆઇ મહેશ દત્તાત્રેય, હે. કો. ચિંતન ભાવિનભાઇ, પો. કો. અમિત સરતન સહિતના જાપ્તાના પોલીસ કર્મીઓ અઠવાડીયા અગાઉ લાજપોર મધ્યસ્થ જેલમાંથી લિંબાયત પોલીસ સ્ટેશનના અપહરણ-ખંડણીના ગુનાના આરોપી મોહમદ સોયેબ મોહમદ ઇસ્માઇલ (ઉ.વ. 25 રહે. 38,, બેઠી કોલોની, મીઠીખાડી, નવી મસ્જિદ પાસે, લિંબાયત) ની મુદ્દત હોવાથી અઠવાલાઇન્સ સ્થિત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સોયેબને જાપ્તાના પોલીસકર્મીઓ  સરકારી બસમાં બેસાડી રહ્યા હતા ત્યારે સોયેબને નાસ્તો આપવા તેના સંબંધીઓ આવ્યા હતા. પરંતુ જાપ્તાના પોલસકર્મીએ ઇન્કાર કરતા સોયેબે હોબાળો મચાવી હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં એમ કહી ફરજમાં રૂકાવટ ઉભી કરી ધમકી આપી હતી. આ પ્રકરણમાં ઉમરા પોલીસે મોહમદ સોયેબની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s